નડિયાદની કોલેજમાં ગરબાનુ આયોજન કરવામાં આવ્યું

નરેશ ગનવાણી નડિયાદ

,નડિયાદની  ટી જે. પટેલ કોમર્સ કોલેજમાં  નવરાત્રિ ગરબાનો કાર્યક્રમ ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. ભારતીય સંસ્કૃતિ પરંપરાને અનુસરતા આ સમગ્ર કાર્યક્રમ ગરિમાપૂર્વક ઉજવાયો.

કાર્યક્રમની શરૂઆત માં અંબા ની સ્તુતિ સાથે કરવામાં આવી. ધી નડિયાદ એજયુકેશન સોસાયટીનાં પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દેસાઈ તેમજ ખજાનચી  પી.સી.પટેલની ઉપસ્થિતમાં આરતી કરવામા આવી હતી. જેમાં કોલેજનાં પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ સમુહ આરતીમાં ભાગ લીધો હતો. આરતી  બાદ ગરબાનો કાર્યકંમ શરૂ કરવામાં આવેલ. જેમાં કોલેજનાં સ્નાતક તેમજ અનુસ્નાતકનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો જોડાયા હતા . કોલેજની પ્રાધ્યાપિકા બહેનોએ પણ ગરબામાં જોડાયા હતા સમગ્ર ગરબાનાં કાર્યકમંમાં ડી.જે. સંગીતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત માતાજીનાં મંદિરની પણ રચના કરવામાં આવી હતી. વિદ્યાર્થી ભાઈ-બહેનો વિવિધ રંગબેરંગી આધુનિક તેમજ પરંપરાગત વસ્ત્રો સાથે વિવિધ સ્ટાઈલમાં ગરબાની પ્રસ્તુતિ કરી હતી. અંતમાં, સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જીવનભરનું સંભારણું બની રહયુ હતું સમગ્ર કાર્યક્રમ કોલેજનાં ઈન્ચાર્જ આચાર્ય ડો. શ્રી મહેશકુમાર દવે તેમજ ફિઝીકલ ડાયરેકટર ડો. શ્રી નારાયણભાઈ ભાવસારનાં માર્ગદર્શન હેઠળ આયોજીત થયેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!