નડિયાદ ‘સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં નવરાત્રી નિમિતે કુંભ ઘડૂલો ગરબા નું આયોજન કરાયું
નરેશ ગનવાણી નડિયાદ
નવરાત્રીના આઠમ નિમિત્તે ‘મા સરસ્વતી મહાપૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજા નિમિત્તે વિદ્યાર્થીઓ માટે કલ્ચરલ અને cwdc વિભાગ દ્વારા ‘આરતી ડેકોરેશન સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં સોહરા ભદ્રેશ પ્રથમ વિજેતા અને દ્વિતીય વિજેતા તળપદા હિરલ ઘોષિત કરાયા .ત્યારબાદ માં સરસ્વતીની આરાધના મહા પૂજા કરવામાં આવી. જેમાં ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભુપેન્દ્રભાઈ દેસાઈ, મંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ તેમજ ખજાનચી પુરુષોત્તમભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. આ સાથે સમગ્ર સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગરબાના તાલે જુમી ઉઠ્યા હતા. સવારે આઠ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી મા સરસ્વતીની મહાપુજાબાદ ગરબામાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી જોડાયા હતા. ગરબામાં કુંભ ઘડુલો લાવનાર વિદ્યાર્થીઓ તથા ટ્રેડિશનલ ડ્રેસ સાથે સતત ગરબામાં ઘુમનાર વિદ્યાર્થીઓને ગરબામાં સ્પર્ધક ગણી ને ગરબાના અંતે વિજેતા ઘોષિત કરવામાં આવ્યા .જેમાં કુંભ ઘડુલો માં ગરબે ઘુમનાર વિદ્યાર્થી સાપરા આકાંક્ષા ને પ્રથમ નંબર પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ વિદ્યાર્થી બહેનોમાં પ્રથમ નંબર મકવાણા જિજ્ઞાસા દ્વિતીય નંબર ઠાકર મૈત્રી અને પરમાર નિધિ તથા તૃતીય નંબર મિશ્રા સપના અને પટેલ હિમાનીએ પ્રાપ્ત કર્યો હતો. વિદ્યાર્થી ભાઈઓમાં પ્રથમ નંબર મિલન દ્વિતીય નંબર કુંતલ અને ડાભી વ્રજ તેમજ તૃતીય નંબર સોહરા ભદ્રેશ અને તળપદા જયેશે પ્રાપ્ત કર્યો હતો.