ગરબાડાના વજેલાવ ગામનો બનાવ : એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂા.૮૭ હજારની મત્તા ચોરી કરી તસ્કરો ફરાર
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વજેલાવ ગામે એક મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી મકાનમાંથી સોના,ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.૮૭,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગરબાડાના વજેલાવ ગામે ભુતવડ ફળિયામાં રહેતાં દલસિંગભાઈ ભારતાભાઈ કોચરાના રહેણાંક મકાનમાં ગત તા.૧૧મી ઓક્ટોમ્બરના રોજ અજાણ્યા ચોર ઈસમોએ મકાનને નિશાન બનાવી મકાનની પાછળના ભાગે આવેલ રસોડાની બારીનું લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યાે હતો અને મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી રોકડા રૂપીયા ૫૦,૦૦૦, સોનાના પેન્ડલ, ચાંદીનો કંદોરો, ચાંદીનું બ્રેસલેટસ ચાંદીની પાયલ વિગેરે મળી કુલ રૂા.૮૭,૦૦૦ની મત્તાની ચોરી કરી રાત્રીના અંધારાનો લાભ લઈ તસ્કરો નાસી જતાં આ સંબંધે દલસિંગભાઈ ભારતાભાઈ કોચરાએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.