દાહોદના આગાવાડા ગામે જમીન સંબંધી મામલે ચાર ઈસમોએ મહિલા સહિત ચાર વ્યક્તિઓને લાકડીઓ વડે માર મારતાં પોલીસમાં ફરિયાદ નોંધાંઈ
દાહોદ તા.૧૭
દાહોદ તાલુકાના આગાવાડા ગામે નવરાત્રીના સમયગાળા દરમ્યાન ગામમાં આવેલ મંદિરની આસપાસ સાફ સફાઈ કરતાં તે સમયે ચાર જેટલા ઈસમો સ્થળ પર આવી જમીન સંબંધી મામલે ઝઘડો તકરાર કરી મહિલા સહિત ચાર વ્યક્તિઓને લાકડી વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાં હોવાનું જાણવા મળે છે.
ગત તા.૨૫મી સપ્ટેમ્બરના રોજ દાહોદના આગાવાડા ગામે લીમડી ફળિયામાં રહેતાં વિજયભાઈ તથા તેમની સાથેના માણસો તેમના ઘરની નજીકમાં આવેલ મહાકાળી મંદિરે નવરાત્રીનો તહેવાર હોઈ જેથી મંદિરની આજુબાજુની જમીનમાં સાફ સફાઈ કરતાં હોય ત્યાંરે ગામમાં રહેતાં વાલજીભાઈ વશનાભાઈ પરમાર, વિદેશભાઈ પીદીયાભાઈ પરમાર, દેવીપ્રસાદ પાંગળાભાઈ પરમાર અને પીદીયાભાઈ વશનાભાઈ પરમારનાઓ ત્યાં આવી કહેવા લાગેલ કે, તમો કોને પુછીને આ જમીનમાં સાફ સફાઈ કરો છો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ લાકડીઓ વડે વિજયભાઈને, છત્રાભાઈ મેસુભાઈ પરમારને, મેસુભાઈ દિતીયાભઆઈ પરમારને તથા મકનીબેન મેસુભાઈ પરમારને લાકડીઓ વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડતાં આ સંબંધે ઈજાગ્રસ્ત વિજયભાઈ મેસુભાઈ પરમારે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.