દાહોદ શહેરમાં એક રીક્ષાના ચાલકને માથાભારે ઈસમે માથામાં ચપ્પુના ઘાર મારતાં રિક્ષા ચાલક ગંભીર
દાહોદ તા.૧૮
દાહોદમાં બસ સ્ટેશન પાસે રાત્રિના સમયે એક માથાભારે ઈસમે એક રિક્ષાવાળા પાસે રૂપિયા ૧૦૦/- ની માગણી કરી તેના માથાના ભાગે ચપ્પુનો ઘા મારી ગંભીર ઈજા કર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
દાહોદ દર્પણ સિનેમા રોડ પર કેઝારના દવાખાના પાસે રહેતો રીક્ષા ડ્રાઇવર ઝાકીર હુસેન આબિદહુસેન શેખ બે દિવસ અગાઉ રાત્રિના સાડા નવ વાગ્યાના સુમારે પોતાની રીક્ષા લઇ દાહોદ બસ સ્ટેશન પાસે પેસેન્જરની રાહ જાેઈ ઊભો હતો. તે દરમિયાન દાહોદ યાદવચાલમાં રહેતો અસલમ ઉર્ફે ગોલુ સિકંદર મિસ્ત્રીએ આવી ઝાકીર હુસેન શેખ પાસે રૂપિયા ૧૦૦/-ની માગણી કરી હતી. જે માગણી ઝાકીર હુસેન શેખે ઠુકરાવી દેતા એકદમ મુશ્કેલાયેલા અસલમ ઉર્ફે ગોલુ સિકંદરે તેના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ઝાકીરહુસેન શેખના માથાના માથાના ભાગે મારી માથું લોહી લુહાણ કરી જ્યાં પહોંચાડી હતી તેમજ બેફામ ગાળો બોલી ધાક ધમકી આપી હતી.
આ સંબંધે ઈજાગ્રસ્ત રિક્ષા ડ્રાઇવર ઝાકીરહુસેન આબિદહુસેન શેખે દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યાદવચાલના અસલમ ઉર્ફે ગોલુ સિકંદર ભિસ્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારીનો ગુનો નો ંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.