ગરબાડાના નીમચ ગામે પશુ ચરાવવા ગયેલ એક યુવતીની છેડતી કરતા ઈસમ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાંઈ
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નીમચ ગામે એક યુવતી પશુઓ ચરાવવા માટે ડુંગરાળ વિસ્તાર તરફ જતાં ત્યાં એક ઈસમે યુવતીનો હાથ પકડી છેડતી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૧૪મી ઓક્ટોમ્બરના રોજ ગરબાડા તાલુકામાં રહેતી એક યુવતી પશુઓ ચરાવવા માટે પોતાના વિસ્તારમાં આવેલ ડુંગરવાળા ખેતરમાં ગઈ હતી જ્યાં તેની પાસે મનિષભાઈ ઉર્ફે મનસુખભાઈ ગલાભાઈ અમલીયાર આવ્યો હતો અને યુવતીનો હાથ પકડી છેડતી કરતાં યુવતીએ બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો તેમજ પરિવારજનો દોડી આવતાં ઉપરોક્ત યુવક નાસી ગયો હતો.
આ સંબંધે છેડતીનો ભોગ બનેલ યુવતીએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.