ગરબાડા નગરમાં બે ખેતરોમાંથી તસ્કરો પાણીની મોટરો સહિત રૂા.૨૪ હજારની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં અજાણ્યા ચોર ઈસમોએ બે અલગ અલગ ખેતરમાં એકજ રાત્રીમાં પોતાનો કસબ અજમાવી ખેતરમાં મુકી રાખેલ પાણી ખેંચવાની મોટર, વાયર વિગેરે મળી કુલ રૂા.૨૪,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે.
ચોરીના બંન્ને બનાવો ગરબાડાના નઢેલાવ ગામે બનવા પામ્યો હતો જેમાં પ્રથમ બનાવ નઢેલાવ ગામે કાંગણી ફળિયામાં રહેતાં સુરેશભાઈ દિતાભાઈ ડામોરના ખેતરમાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૭મી ઓક્ટોમ્બરના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી સુરેશભાઈના ઘર નજીક આવેલ તેઓના ખેતરમાં આવેલ બોરમાંની સબમર્શિબલ પાણી ખેંચવાની મોટર નંગ.૧, પાઈપ, કેબલ વિગેરે મળી તસ્કરો રૂા.૧૪,૦૦૦ની મત્તાની ચોરી કરી નાસી જતાં આ સંબંધે સુરેશભાઈ દિતાભાઈ ડામોરે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીનો બીજાે બનાવ ગરબાડાના નઢેલાવ ગામે કાંકણી ફળિયામાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૭મી ઓક્ટોમ્બરના રોજ ગામમાં રહેતાં ગનીયાભાઈ તેરીયાભાઈ ડામોરના ઘર નજીક આવેલ તેઓના ખેતરમાં આવેલ બોરમાંની સબમર્શિબલ મોટર નંગ.૧,, કેબલ વાયર મળી તસ્કરો કુલ રૂા.૧૧,૦૦૦ની ચોરી કરી નાસી જતાં આ સંબંધે ગનીયાભાઈ તેરીયાભાઈ ડામોરે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ, એકજ રાત્રીમાં એક ગામમાં બે ચોરીઓને અંજામ આપી અજાણ્યા તસ્કરો નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

