ઝાલોદના થાળા ગામે સિંચાળ તળાવમાં નાહવા પડેલ ૧૧ વર્ષિય યુવકનું મોત નીપજ્યું
પંકજ પંડિત ઝાલોદ
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થાળા ગામે એક ૧૧ વર્ષિય યુવક ગામમાં આવેલ એક સિંચાળ તળાવમાં નાહવા પડતાં તળાવના ઉંડા પાણીમાં યુવક ગરકાવ થઈ જતાં યુવકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
સીંગવડના મુનાવાણી ગામે મકવાણા ફળિયામાં રહેતાં ૧૧ વર્ષિય સાવજભઆઈ મહેન્દ્રભાઈ મકવાણા ઝાલોદના થાળા ગામે પોતાના સ્વજનને ત્યાં આવ્યાં હતાં ત્યારે ગત તા.૧૯મી ઓક્ટોમ્બરના રોજ ૧૧ વર્ષિય સાવજભાઈ થાળા ગામે આવેલ સિંચાળ તળાવમાં નાહવા પડ્યાં હતાં ત્યારે તળાવના ઉંડા પાણીમાં સાવજભાઈ ગરકાવ થઈ જતાં ત્યારે આ અંગેની જાણ સ્થાનીક લોકોને થતાં લોકટોળા ઘટના સ્થળે ઉમડી પડ્યાં હતાં. ઘટનાની જાણ પરિવારજનો તેમજ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં જ્યાં પોલીસે યુવકના મૃતદેહને સિંચાળ તળાવમાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે મૃતક સાવજભાઈના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ સંબંધે મહેન્દ્રભાઈ દવાલસિંગ મકવાણાએ લીમડી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

