માતર તાલુકામાં યુવાન લાલચમાં આવીને  રૂપિયા બે લાખ ગુમાવ્યા.

નરેશ ગનવાણી નડિયાદ

મહેસાણા જિલ્લાની ત્રીપુટીએ ‘અમારી પાસે વિદ્યા છે, અમે રૂપિયા બે લાખના બે દિવસમાં ૬ લાખ કરી આપીશું’ તેમ કહી યુવાનને લલચાવી રૂપિયા બે લાખ લીધા બાદ વાયદાઓ કરતા આ મામલે લીંબાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

માતર તાલુકાના પરીએજ ગામે રહેતા વર્ષિય સચીન હીતેશભાઈ મકવાણા કોલેજમાં અભ્યાસ કરે છે. ગયા ત્રણ માસ પહેલા તેઓ પોતાના મિત્ર સાથે અંબાજી દર્શને ગયા હતા. જ્યાંથી પરત આવતા મહેસાણા જિલ્લાના સતલાસણા ગામે રોડ ઉપર ચા-પાણી કરવા ઊભા રહ્યા હતા. ત્યારે સચીનના મિત્રનો મિત્ર ચેતન વિનુજી ઠાકોર (રહે.માલેકપુરા, મહેસાણા) ત્યાં આવેલો અને સચીન સાથે પરીચય થયો. અને મોબાઈલ નંબરની આપલે થઈ હતી. ૨૨ જુલાઈ ૨૦૨૪ના રોજ ચેતને સચીનને વોટ્સએપ કોલ કરી કહેલ કે, હું તથા પ્રહલાદજી અમરતજી ઠાકોર અને સોમાજી રૂપાજી ઠાકોર બન્ને રહે (રહે.બારીયા, વડનગર, મહેસાણા) અમારી પાસે એવી પાસે વિદ્યા છે કે અમે રૂપિયા ૨ લાખના ૬ લાખ કરી આપીએ છીએ તેવી વાત કરી હતી. જોકે તે સમયે તેમની પાસે આટલા બધા નાણાંની વ્યવસ્થા નહોતી. જેથી તેણે કહ્યું કે પૈસાની વ્યવસ્થા થાય ત્યારે કહીશ. આ બાદ ૪ ઓગસ્ટના રોજ રૂપિયા ૨ લાખની વ્યવસ્થા થતા તેણે ચેતનને ફોન કરી જણાવ્યું હતું. ત્યારબાદ બપોરના સુમારે માતર તાલુકાના પાલ્લા ગામ નજીક ત્રીપુટી નાણા લેવા પહોંચી ગઈ હતી. અને બે દિવસમાં નાણાં ૬ લાખ કરી આપી દઈશ તેવો વાયદો કર્યો હતો. બે દિવસ પછી નાણાં ન મળતા સચીને ફોન પર સંપર્ક કર્યો હતો ત્યારે ચેતનનો ફોન બંધ આવતો હતો. સાથે આવેલા પ્રહલાદજી ઠાકોર સાથે વાત કરતા તેણે કહેલ કેબે દિવસમાં થઈ જશે. જોકે આજદિન સુધી ખોટા વાયદાઓ કરતા સચીનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા. લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: