દાહોદ જિલ્લામાં એક સાથે ૧૬ કોરોના પોઝીટીવના કેસોના ધડાકા સાથે જિલ્લામાં ભયની સાથે ફફડાટ ફેલાયો
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ તા.12
દાહોદ જિલ્લામાં આજરોજ વધુ એક વાર કોરોના કોરોના બોંબ ફૂટતા શહેર સહીત જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે.વધુ મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લામાં એક સાથે 16 કોરોના પોઝીટીવના કેસોના ધડાકા સાથે જિલ્લામાં ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.દાહોદ જિલ્લામાં કોરોના કેસોમાં સતતવધારો થતાં આરોગ્ય વિભાગ પણ વિમાસણમાં મુકાઈ જવા પામ્યો છે.જ્યારે જિલ્લામાં કુલ કેસોમાંથી કોરોનાના સૌથી વધુ 116 જેટલાં કેસો દાહોદ શહેરમાંથી નોંધાવા પામ્યા છે.
દાહોદ જિલ્લામાં અનલોક 2 ના પ્રથમ દિવસથી જ કોરોનાનો કાળો કેર યથાવત રહેવા પામ્યો છે.જેને પગલે દાહોદ જિલ્લાના વિવિધ વેપારી સંગઠનો વેપારી મંડળો સહીતના ધંધા રોજગાર કરતા વેપારીઓએ સાવચેતીના ભાગરૂપે દુકાનના સમયમાં સ્વૈચ્છિક ફેરફાર પણ કરી દીધો છે.ત્યારે છેલ્લા બે અઠવાડિયા કરતા વધુ સમયથી સતત કોરોના દર્દીઓમાં વધારો થતાં આરોગ્ય તંત્રની કામગીરી પણ વધી જવા પામી છે.
આજે (1) 29 વર્ષીય હાતીમ સીદીકી મીઠાશેઠ રહે.દાહોદ, (2) 42 વર્ષીય યુસુફભાઈ મુસાભાઇ પાટૂક, રહે. ઘાંચીવાડ,(3)55 વર્ષીય સલીમુદ્દીન જિયાઉદ્દીન કાજી રહે. મોટા ઘાંચીવાડ, (4)22 વર્ષીય પ્રદીપકુમાર બલવંતસિંગ પરમાર રહે.દુધિયા લીમખેડા(5)86 વર્ષીય અસગરભાઈ અલી મોહમદભાઈ ગુનાટાવાળા રહે. હુસેની મોહલ્લા(6)42 વર્ષીય વિનોદભાઈ ફાટુદાસ માલવાની દાહોદ, (7) 65 વર્ષીય અશ્વિનભાઈ ચંદ્રકાંત શાહ મંડાવરોડ, (8)65 વર્ષીય પંકજભાઈ બાબુભાઈ દેસાઈ રહે દેસાઈવાડ, (9)35 વર્ષીય અફઝલહુસૈન અબ્દુલ હુસેન શેખ,ગોદીરોડ, (10) 43 વર્ષીય યુસુફભાઈ સબીર ભાઈ રાજકોટ યુસુફભાઈ સબીર ભાઈ રાજપુરવાળા રહે. ગોદીરોડ, (11)55 વર્ષીય ખોજેમાં મોહમ્મદભાઈ બુટવાળા રહે.એમ.જી.રોડ, (12)65 વર્ષીય રાજેન્દ્ર કુમાર દુલખસભાઈ કોઠારી રહે. આશીર્વાદ સોસાયટી,ગોવિંદનગર, (13)62 વર્ષીય રમેશચંદ્ર મણિલાલ સેવક દેસાઈવાડ, (14)55 વર્ષીય મહેશભાઈ શંકરલાલ પરમાર રહે. મોટા ડબગરવાડ,(15)70 વર્ષીય કિરીટભાઈ મોહનલાલ દોશી રહે.ખરોદાવાડ દાહોદ, (16)75 વર્ષીય કુતુબુદ્દીન અબ્દુલહુસૈન કાજી રહે. ગોધરારોડ સહીત આજરોજ એક સાથે અધધ.. 16 કોરોના પોઝીટીવના દર્દીઓ નોંધાતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કોરોના પોઝિટિવ નોંધાયેલા દર્દીઓના ટ્રાવેલ હિસ્ટ્રીને ટ્રેસીંગ કરી તેમના સંપર્કમાં આવેલા લોકોને કોલર ટાઇટ કરવાની તજવીજ હાથ ધરી છે.
#Sindhuuday Dahod