મહેમદાવાદમાં સ્વયંસિદ્ધ સ્વયં સિદ્ધા પ્રોજેક્ટ હેઠળ ‘ધ બ્યુટી બઝ’ પાર્લરનો શુભારંભ
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લામાં ગુનાહીત પ્રવૃત્તિઓ છોડીને મહિલાઓ સ્વયં સારા માર્ગે સ્વાવલંબી બનીને પોતાનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે પ્રયત્નો કરે તે માટે જિલ્લા પોલીસ વડા રાજેશકુમાર દ્વારા મહેમદાવાદમાં સ્વયં સિધ્ધા પ્રોજેક્ટ હેઠળ ધ બ્યુટી બઝ પાર્લરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કુલ ૧૦૫ બહેનોને સીવણની, બ્યુટી વેલનેસની, અગરબત્તી તથા સાબુ બનાવવાની અને એજ્યુકેશન ક્લાસની છ એક્ટીવીટીઓ કરાવવામાં આવી હતી.આ તમામ મહીલાઓને તાલીમની સાથે સાથે ત્રણ મહિનાનું સ્ટાઇપેન્ડ પણ મળે તેવી અગ્નણીદાતાઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી અને જેને વ્યાપક સફળતા પ્રાપ્ત થઈ છે. જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશકુમાર ગઢિયાના હસ્તે આ પ્રોજેક્ટ મુજબ મહેમદાવાદની ખાત્રજ ચોકડીએ ધ બ્યુટી બઝ પાર્લરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું અને તેઓના દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ તાલીમબધ્ધ થયેલી મહિલાઓને જોબકાર્ડના તાલીમ સર્ટિફિકેટ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન કાર્ડ, શ્રમકાર્ડ તથા વિધવા સહાય જેવી કેટલીક સરકારી સહાય યોજનાઓમાં પણ મદદગાર થવા સૌને માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે પણ સારૂ પરિણામ લાવેલાં બાળકોને પ્રોત્સાહિત ગિફ્ટ આપીને પ્રેરિત કરવામાં આવ્યા હતા. આગામી દિવાળીના તહેવારોના અનુસંધાને તમામ બહેનોને દિવાળી ગિફ્ટ તરીકે નવીન કપડાં પણ ભેટ સ્વરૂપે આપ્યાં હતાં.આ ઉપરાંત ૪૦ બહેનોની સિવણ માટેની નવી બેચનો પણ પ્રારંભ આજે કરાયો હતો.આ પ્રસંગે મહેમદાવાદના પી.આઈ સોલંકી,સહિત સમગ્ર પોલીસ સ્ટાફ અને મહેમદાવાદ શહેરના પણ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા