શ્રી સંતરામ શિશુવાટીકાના વિદ્યાર્થીઓ દ્વારા દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ ની શ્રી સંતરામ શિશુવાટીકા (બાલમંદિર) ના વિદ્યાર્થીઓ દ્વારા દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓ રામ, લક્ષ્મણ, જાનકી
તથા રામભક્ત હનુમાન વેશભૂષામા અયોધ્યા નગરીમાં પધારે છે તેવું નાટ્ય સ્વરૂપે રજૂ કરી સૌ નાના નાના બાળકોને રામમય બનાવી દેવામાં આવ્યા હતા. તથા શિશુવાટિકાનું સમગ્ર વાતાવરણ ” રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી “
ના નારા સાથે પ્રફુલિત મય બની ગયું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજ તથા સંત નિર્ગુણદાસજી મહારાજે સૌ બાળકોને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા. તથા તેઓના પરિવારજનોને દિવાળી ના પર્વની
શુભકામનાઓ પાઠવી હતી.