ખેડા જિલ્લામાં જલારામ બાપાની જન્મ જયંતી ઉજવાઇ
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ સહિત જિલ્લામાં શુક્રવારે જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવાઈ હતી. આ નિમિતે જલારામ મંદિરોમાં અન્નકૂટ સહિત વિવિધ ધાર્મિક યોજાયા હતા.મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થે ઊમટી પડયા હતા. નડિયાદ જલારામ મંદિરમાં અન્નકૂટના દર્શન કરીને ભકતોએ પ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. ભકતોના જય જલારામના નાદથી મંદિર ગુંજી ઉઠયું હતું. નડિયાદ શહેરના કપડવંજ રોડ આવેલ જલારામ મંદિરમાં શુક્રવારે સવારે ૯.૩૦ કલાકે ધજા આરોહણ કરવામાં આવી હતી. ત્યારબાદ જલારામ બાપાને વિવિધ પ્રકારની મીઠાઈ, ફરસાણ સહિત વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. બપોરે ૧૨ કલાકે અન્નકૂટની મહાઆરતી યોજાઈ હતી. સાંજે ૯ કલાકે ભજન કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ધ્વજાઆરોહણ કાર્યક્રમમાં અન્નકૂટ દર્શન નો પ્રમુખ જીતુભાઈ પટેલ, મંદિર સંસ્થાપક ટ્રસ્ટી ભાનુપ્રસાદ પારેખ,મંત્રી અશોકભાઈ ઠક્કર, અન્નકૂટ દાતા મહેન્દ્રભાઈ પટેલ, મહેશભાઈ પારેખ, સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા. અન્નકૂટ દર્શનનો લાભ લઈને ભકતોએ ધન્યતા અનુભવી હતી. મંદિરમાં ૨૨ હજાર ઉપરાંત ભકતોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. મંદિરમાં આખો દિવસ દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ રહ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં આવેલ નેનપુર, ખેડા, તોરણિયા, લાભપુરા, વસોમાં જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતી ઉજવાઇ. આ પર્વ પ્રસંગે અન્નકૂટ, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક યોજાયા હતા. મંદિરોને લાઇટીંગ રોશનીથી આવ્યું હતું. શણગારવામાં આવ્યુ હતું
