દાહોદ જિલ્લામાં કોરોનાનો કાળો કેર : એક જ દિવસમાં ૧૯ પોઝીટીવ કેસોથી ખળભળાટ
અનવરખાન પઠાણ/ધ્રૃવ ગોસ્વામી
દાહોદ તા.૧૪
દાહોદમાં ફરીવાર કોરોનાનો કાળો કેર વર્તાતા આજે તો એક સાથે ૧૯ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થતાં જિલ્લાવાસીઓમાં એક પ્રકારનો સ્તબ્ધતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. બીજી તરફ આરોગ્ય તંત્રમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે ત્યારે આવનાર દિવસોમાં આ કોરોના સંક્રમણની સફરો જિલ્લામાં ક્યાં સુધી પહોંચશે તે વિચારવું પણ અતિ મુશ્કેલ લાગી રહ્યું છે. આજના આ ૧૯ પોઝીટીવ કેસોમાં ૩ અલગ અલગ કુંટુંબોના કુલ ૯ વ્યક્તિઓ પણ એક સાથે પોઝીટીવ આવ્યા છે અને એક દાહોદના ડોક્ટર પણ પોઝીટીવ આવ્યા છે.
આજે ૧૯ કોરોના પોઝીટીવ દર્દીઓ આવ્યા જેમાં (૧) જરીનબેન શબ્બીરભાઈ કુરેશી (ઉ.વ.૫૩,રહે.દાહોદ), (૨) ફીરોજભાઈ અલીહુસેન મુલ્લામીઠાવાલા (રહે.૬૫, ગોધરા રોડ,દાહોદ), (૩) શંકર ગોપાલભાઈ લાલવાણી (ઉ.વ.૫૫,રહે.દાહોદ), (૪) વીના દિપીલ લાલવાણી (ઉ.વ.૫૨, રહે.દાહોદ), (૫) દિપીકા શંકર લાલવાણી (ઉ.વ.૧૯,રહે.દાહોદ), (૬) હેમાબેન શંકરભાઈ લાલવાણી (ઉ.વ.૫૨, રહે.દાહોદ), (૭) સંજયભાઈ તેજમલભાઈ કપુર (ઉ.વ.૫૬, રહે.ગોદી રોડ,દાહોદ), (૮) ઈતેલાબેન સંજયભાઈ કપુર (ઉ.વ.૫૪, રહે.ગોદી રોડ,દાહોદ), (૯) અજયભાઈ તેજમલભાઈ કપુર (ઉ.વ.૫૫, રહે.ગોદી રોડ,દાહોદ), (૧૦) રાજેશભાઈ કનૈયાલાલ કાબરાવાલા (ઉ.વ.૫૦, રહે.ગૌશાળા, દાહોદ), (૧૧) સોનલબેન રાજેશભાઈ કાબરાવાલા (ઉ.વ.૪૬, ગૌશાળા, દાહોદ), (૧૨) ર્ડા.કૈઝાર દાહોદવાલા (ઉ.વ.૬૭, સ્ટેશન રોડ,દાહોદ), (૧૩) કનકસિંહ નટવરસિંહ જાદવ (ઉ.વ.૨૩, રહે.વાસીયાડુંગરી), (૧૪) કોમલબેન રાજીવકુમાર ભાટીયા (ઉ.વ.૨૧, રહે. કામળીવાડ, દાહોદ), (૧૫) મુકેશ ચેનીયાભાઈ ભુરીયા (ઉ.વ.૩૦, ભે, ગરબાડા), (૧૬) અપીલ તેરસીંગભાઈ ભુરીયા (ઉ.વ.૧૫, ભે, ગરબાડા), (૧૭) લલીતાબેન રમેશભાઈ રાઠોડ (ઉ.વ.૩૫, ભે, ગરબાડા), (૧૮) પ્રવિણચંદ્ર માણેકલાલ તલાટી (ઉ.વ.૭૧, રહે.ગુજરાતીવાડ,દાહોદ) અને (૧૯) શાહ દર્શનાબેન અરવિંદભાઈ (ઉ.વ.૪૫, રહે.લબાનાવાડ, બાંડીબાર) આમ, આ ૧૯ વ્યક્તિઓના કોરોના પોઝીટીવ રિપોર્ટાેથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ પોઝીટીવ દર્દીઓ પૈકી એક દાહોદના ખ્યાતનામ ર્ડા.કૈઝાર દાહોદવાલા પણ પોઝીટીવ આવ્યાના સમાચાર સાથે ડોક્ટર આલમમાં પણ સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. આમ, દાહોદમાં કુલ કોરોના પોઝીટીવનો આંકડો ૧૭૦ જ્યારે એક્ટીવ કેસ ૧૦૨ કેસ એક્ટીવ છે અને અત્યાર સુધી કુલ ૯ લોકોના મૃત્યુ થયા છે.
#Sindhuuday Dahod