રાજ્ય કક્ષાની કરાટેમા નડિયાદની વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમાંકે વિજેતા
નરેશ ગનવાણી નડિયાદ
ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની શાળાકીય કરાટે સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વડોદરા ખાતે યોજાઇ હતી. જેમાં શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, નડિયાદ ની ધોરણ ૭ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દેવાંગી બ્રહ્મભટ્ટએ ત્રીજો નંબર મેળવેલ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓના વિજેતા ખેલાડીઓને હરાવીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના કરાટે કોચ ધ્રુવીક નસીતના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરીને અંડર-૧૪ વર્ષની બહેનોમાં દેવાંગી બ્રહ્મભટ્ટએ ૨૬ કિગ્રાની વેઇટ કેટેગરીમાં ત્રીજો નંબર મેળવી નડિયાદ તથા ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું છે. સંસ્થાના પ્રમુખ પ. પૂ. મહંત રામદાસજી મહારાજ મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજે ધ્રુવીક નસીત તથા દેવાંગી બ્રહ્મભટ્ટને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા.