દાહોદ એઆરટીઓ કચેરી ખાતે વિશ્વ સંભારણા દિવસ અંતર્ગત માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી

દાહોદ તા.૧૬

દાહોદ એઆરટીઓ કચેરી ખાતે વિશ્વ સંભારણા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેની સાથે સાથે વાહન ચાલકોને સેફ્ટીના નિયમોનું પાલન કરવા માટે જરૂરી સુચનો તેમજ માર્ગદર્શન ઉપસ્થિત અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.

વાહન ચાલકોની ગફલતના કારણે તેમજ ખાસ કરીને વાહન ચલાવતી વેળાએ વાહન ચાલકો દ્વારા જરૂરી સેફ્ટીનું ધ્યાન ન રાખવામાં આવતાં માર્ગ અકસ્માતોના બનાવોમાં વધારો થતો હોય છે. આજરોજ એટલે કે, તારીખ ૧૬મી નવેમ્બરના રોજ વિશ્વ સંભારણા દિવસ હોય સમગ્ર વિશ્વમાં આ દિવસ નિમિત્તે ખાસ કરીને એઆરટીઓ વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારે આજરોજ દાહોદ એઆરટીઓ કચેરી ખાતે પણ વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. તેની સાથે સાથે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા વાહન ચલાવતી વેળાએ હેલ્મેટ, સેફ્ટીનું વિશેષ ધ્યાન રાખવા માટે વાહન ચાલકોને અપીલની સાથે સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પણ વાહન ચાલકોને અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દાહોદ એઆરટીઓ કચેરીના સીનીયર મોટર વીહીકલ ઈન્સ્પેક્ટર આર.કે. પરમારના જણાવ્યાં અનુસાર, આ ઉજવણીનો હેતુ સંભારણાની સાથે સાથે રોડ સેફ્ટીના નિયમોનું જાહેર જનતા માટે પાલન કરવા માટેના નિયમોનું એક પહેલ છે. માર્ગ અકસ્માતથી લોકોને કેવી રીતે બચાવી શકાય તે માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યાં છે. ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશની કામગીરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિઓ તેમજ મૃત્યુ પામેલ લોકોને વળતર આપવા માટે પણ સરકાર દ્વારા સ્કીમ જાહેર કરવામાં આવેલ છે. દાહોદ જિલ્લામાં આ સ્કીમથી ૩૦ જેટલા લોકોને આ સ્કીમથી ફાયદો પણ થયો છે. આજનો આ દિવસ માત્ર વિશ્વ સંભારણા દિવસ ના બની રહે અને રોડ સેફ્ટી માટે અલગજ યોગદાન આપવામાં આવે તે જરૂરી છે. તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ તેમજ લોકોને ટ્રાફિકના નિયમોના પાલન કરવાની અપીલ સાથે હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકો માટે શ્રધ્ધાંજલિની સાથે સાથે કેન્ડલ સળગાવી બે મીનીટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું અને સાથે સાથે ઉપસ્થિત કર્મચારીઓ તેમજ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે શપથ પણ લેવડાવ્યાં હતાં. આ કાર્યક્રમમાં દાહોદ એઆરટીઓ અધિકારીઓ, કર્મચારીઓની સાથે સાથે દાહોદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આર.કે. ગગરેટીયા તેમજ કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!