લીમખેડાના ચૈડીયા ગામે એક ખેતરમાંથી નવજાત બાળક મળી આવતાં ચકચાર મચી

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચૈડીયા ગામે એક ખેતરના સીમાડા કોઈ અજાણી સ્ત્રી દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે તાજુ જન્મેલ બાળકને સ્થળ મુકી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગત તા.૧૯મી નવેમ્બરના રોજ લીમખેડાના ચૈડીયા ગામે ગણાવા ફળિયામાં રહેતાં રમણભાઈ સમસુભાઈ વળવી બપોરના ૨ વાગ્યાના આસપાસ પોતાના ગામમાં રહેતાં સોમાભાઈ હીરાભાઈ તડવીના ખેતરના રસ્તેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે બાળકના રડવાનો અવાજ સંભળાતા તેઓ સીમાડા તરફ જતાં તાજુ જન્મેલ નવજાત બાળક જાેવા મળતાં તેઓ ચોંકી ગયાં હતાં. નવજાત બાળકને જાેઈ તેઓએ આસપાસના લોકોમને આ મામલે જાણ કરતાં ગ્રામજનો પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને પોલીસે નવજાત બાળકનો કબજાે લઈ નજીકના દવાખાને બાળકને સાર સંભાણ માટે મોકલી આપવામાં આવ્યું હતું.

આ સંબંધે રમણભાઈ સમસુભાઈ વળવીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે નવજા બાળકને ત્યજી દેનાર અજાણી સ્ત્રી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: