દેવગઢ બારીઆના ડભવા ગામેથી પોલીસ દ્વારા એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૨.૫૬ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડી કબજે કરી ચાલકની અટકાયત કરવામાં આવી
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ડભવા ગામેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી પ્રોહીબીશનનો રૂા.૨,૫૬,૮૦૦ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૬,૫૬,૮૦૦ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ગત તા.૨૦મી નવેમ્બરના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દેવગઢ બારીઆના ડભવા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી જ્યાં ફોર વ્હીલર ગાડીના ચાલકે દુરથી પોલીસને જાેઈ લેતાં પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી ભગાવી નાસવાનો પ્રયાસ કરતાં પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યાે હતો અને રસ્તામાં પોલીસે ફોર વ્હીલર ગાડીના ચાલકને ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.૧૯૨૦ કિંમત રૂા.૨,૫૬,૮૦૦ના પ્રોહીના જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૬,૫૬,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે સાગટાળા પોલીસે પ્રેહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

