લીમખેડાના કંબોઈ ગામે નજીવી બાબતે થયેલ ઝઘડા તકરારમાં એકને મારક હથિયારો વડે માર મારી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી

દાહોદ તા.૨૧

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કંબોઈ ગામે નજીવી બાબતે થયેલ મારામારીમાં કુહાડી લાકડીઓ તથા પથ્થરોનો છૂટથી ઉપયોગ કરાતા એક જણનું સ્થળ પર મોત નીપજતા તેની લાશને તેમના ગામના સીમાડે ડુંગરમાં આવેલ ખેતરમાં ફેંકી ગયાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે.

લીમખેડાના કંબોઈ ગામે આમેણ ફળિયામાં રહેતા સાગીતભાઈ સબુરભાઈ રાવત, લલિતભાઈ સબુરભાઈ રાવત તથા મેહુલભાઈ સબુરભાઈ રાવત એમ ત્રણેય ભાઈઓ ભેગા મળી સબુરભાઈ પુનિયાભાઈ રાવતની સાથે મારકુટ કરતા હોઈ સાવલીબેને માતવા ગામના તળાવ ફળિયાના નગરસિંહ ગુડિયાભાઈ મીનામાને ફોન કરતા નગરસિંહ મીનામા, કમલેશભાઈ નવલસિંહ તડવી તથા સંજયભાઈ નરસિંગભાઈ મછાર વગેરેએ આવી સબુરભાઈને મારમાંથી છોડાવ્યા હતા. અને ત્યારબાદ તે તમામ સાગીતભાઈ, લલીતભાઈ તેમજ મેહુલભાઈના ઘરે જઈ ઝઘડો નહીં કરવા સમજાવતા તે ત્રણે ભાઈઓ એકદમ ઉશ્કેરાયા હતા અને સબુરભાઈને જમણા હાથે ફેક્ચર કરી તેમજ નગરસિંહ મીનામાને તમો કેમ વચ્ચે છોડાવવા આવ્યા છો ? કહીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી સાગીતભાઈ રાવતે માથામાં કુહાડીનો ઘા મારી તેમજ ત્રણેય ભાઈઓએ ભેગા મળી લાકડી તથા પથ્થર વડે માર મારી ગંભીર ઇજાઓ કરી હતી. જ્યારે કમલેશ ભાઈ નવલસિંહ તડવીને ત્રણે ભાઈ ઓએ ભેગા મળી કુહાડી, લાકડી તથા પથ્થર વડે માથામાં તથા શરીરે મૂઢ માર મારી મોતને ઘાટ ઉતારી તેની લાશને કંબોઈ ગામના સીમાડે ડુંગરમાં આવેલ ખેતરમાં ફેંકીને નાસી ગયા હતા. આ સંબંધે માતવા ગામના ઇજાગ્રસ્ત નગરસિંગ ગુડિયાભાઈ મીનામાએ નોંધાવેલી ફરિયાદને આધારે લીમખેડા પોલીસે કંબોઈ ગામે આમેણ ફળિયામાં રહેતા સાગીતભાઈ સબુરભાઈ રાવત, લલીતભાઈ સબુરભાઈ રાવત તથા મેહુલભાઈ સબુરભાઈ રાવત વિરુદ્ધ બી એન એસ કલમ ૧૦૩(૧), ૧૧૫(૨), ૧૧૭(૨), ૧૧૮(૧)(૨), ૨૩૮, ૩૫૨, ૩૫૧(૩),૫૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી એ ત્રણેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!