ઝાલોદના વેલપુર ગામે અજાણ્યા ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં અડફેટે મોત નીપજ્યું

દાહોદ તા. ૨૧

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે હાઇવે પર મોડી રાતે પૂરપાટ દોડી આવતુ અજાણ્યું ફોરવીલ વાહન સામેથી આવતી હોન્ડા સાઇન મોટરસાયકલને અડફેટમાં લઇ નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યાનું જાણવા મળ્યું છે. ગઈકાલ મોડી રાતના સાડા ત્રણ વાગ્યાના સુમારે એક અજાણ્યો ફોરવીલ વાહનનો ચાલક તેના કબજાનું ફોરવીલ વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી વેલપુરાગામે હાઇવે પર સામેથી આવતી નવી લીધેલ આર.જે-૦૩એ.બી.-૮૦૮૬ નંબરની હોન્ડા સાઈન મોટરસાયકલને જાેશભેર ટક્કર મારી નાસી જતા મોટરસાયકલ ચાલક રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ગાંગડતલાઈ તાલુકાના ઘોડિયા ગામના મહાદેવ ફળિયામાં રહેતા ૨૬ વર્ષીય મનાભાઈ નાનજીભાઈ બારીયા મોટર સાયકલ પરથી ફંગોળાઈને રોડ પર જાેશભેર પટકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સંબંધે મરણ જનાર મનાભાઈ નાનજીભાઈ બારીયાની પત્ની ૨૩ વર્ષીય નિરમા બેન મનાભાઈ બારીયાએ ઝાલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે અજાણ્યા ફોરવીલ વાહનના ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: