લીમખેડાના ભીમપુરા ગામે રોડ પર બનાવેલ દુકાનના મામલે થયેલ ઝઘડા તકરારમાં એકને કુહાડી મારી ગંભીર ઈજા પહોંચાડી ફોર વ્હીલર ગાડીની તોડફોડ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંઈ
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાાન લીમખેડાના ભીમપુરા ગામે રોડ પર બનાવેલ દુકાનના મામલે ગામના ચાર જેટલા માથાભારે ઈસમોએ દુકાન હટાવી લેવા દુકાનદાર પર દબાણ કરી કુહાડી મારી ગંભીર ઈજા કરી તેની અલ્ટો ફોરવીલ ગાડીના તમામ કાચ તોડી નાખી નુકસાન પહોંચાડ્યા નું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
ભીમપુરા ગામના ડાંગી ફળિયામાં રહેતા ૨૮ વર્ષીય કમલેશભાઈ બદિયાભાઈ ડાંગીએ ડાંગી ફળિયામાં રોડ પર દુકાન બનાવી હતી. જે દુકાનનો તેનાજ ગામના ચારેલ કુટુંબના સરતન ભાઈ મલાભાઇ, સુક્રમભાઈ સરતન ભાઈ, મુકેશભાઈ સરતનભાઈ તથા નરવત ઉર્ફે નરૂ ખુમાનભાઈ વિરોધ કરતા હોય તેઓએ કમલેશભાઈ ડાંગીની દુકાન પર પરમ દિવસ બપોરના સવા ત્રણેક વાગ્યાના સુમારે જઈને તને દુકાન હટાવી લેવા કહ્યું હતું તેમ છતાં તે કેમ દુકાન હટાવી નથી. તેમ કહી દુકાન હટાવી લેવા દબાણ કરી કમલેશભાઈ બદીયાભાઈ ડાંગીના માથામાં કુહાડી મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ દુકાનની નજીક પાર્ક કરેલ કમલેશભાઈ ડાંગીની અલ્ટો ફોરવીલ ગાડીના તમામ કાચ કુહાડીની મુન્દર મારી તોડી નાખી નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હતી.
આ સંબંધે ગંભીર ઇજાગ્રસ્ત કમલેશભાઈ બદીયાભાઈ ડાંગીએ નોંધાવેલી ફરિયાદને આધારે લીમખેડા પોલીસે ભીમપુરા ગામના સરતનભાઈ મલાભાઇ ચારેલ, સુક્રમભાઈ સરતન ભાઈ ચારેલ, મુકેશભાઈ સરતનભાઇ ચારેલ તથા નરવતભાઈ ઉર્ફે નરૂ ખુમાનભાઈ ચારેલ વિરુદ્ધ બી.એન.એસ કલમ ૧૧૮(૨), ૩૫૨, ૩૫૧(૨), ૩૨૪(૪), ૫૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.