ગરબાડા તાલુકામાંથી લગ્નની લાલચે એક ૧૭ વર્ષિય સગીરાનું અપહરણ કરતાં યુવક વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાંઈ
દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે એક ૧૭ વર્ષિય સગીરાને પ્રેમની પાઠ ભણાવી એક યુવર સગીરાનું અપહરણ કરી લઈ નાસી ગયાંનું જાણવા મળે છે. ગત તા.૦૭મી નવેમ્બરના રોજ દાહોદના રળીયાતી ગામે સાંગા ફળિયામાં રહેતો કિશનભાઈ સુમનભાઈ માવીએ ગરબાડા તાલુમાં રહેતી એક ૧૭ વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.