નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાવ્યો.
સિંધુ ઉદય
આજ રોજ તા 28/11/2024ના રોજ નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારશ્રી ની અવિરત સેવા 108 એમ્બ્યુલન્સ નો પ્રારંભ કરવામાં આવ્યો અને નગરાળા ને 108 સેવાઓ માટે નું હેડ કવાટર નક્કી કરીને 24કલાક આજુ બાજુના ગામોને ઇમરજન્સી સેવા મળશે જેવા કે નગરાળા નાની ખરજ નીમનળિયા નસીરપુર રળિયાતી સારસી રાબડાલ મોટીખરજ વરમખેડા પુસરી જેવાં 50થી 60હજાર ની વસ્તીમાં અકસ્માત ડિલિવરી તથા ઇમરજન્સી માટે 24કલાક સેવાઓ પુરી પાડવામાં આવશે તેવું તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ ભગીરથ બામણીયા એ જણાવ્યું હતુ આ પ્રસંગે ડૉ ભગીરથ બામણીયા MO PHC ડૉ ડિંડોર 108કમૅચારીઓ અને આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા