કપડવંજ તાલુકામા સંબંધ રાખવા શખ્સે દબાણ કરતા પરીણિતા યુવતીએ આપઘાત કર્યો

નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ તાલુકાની પરીણિતા સાથે સંબંધ રાખવા દબાણ કરતા શખ્સના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યો છે. ‘જો સંબંધ નહીં રાખે તો, હું તારા અને મારા વિડિયો વાયરલ કરી તને બદનામ કરીશ’ તેવી ધમકી આપી શખ્સે યુવતીને મરવા મજબુર કરી છે. જે ત્રાસ સહન ન થતા યુવતીએ પોતાની સાસરીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવ મામલે કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
કપડવંજ તાલુકાની  યુવતીના લગ્ન 6 માસ અગાઉ થયા હતા. લગ્ન બાદ સાસરીમાં આવેલી પરીણિતા ગુમસુમ રહેતી હતી. થોડા દિવસ પહેલા જ તેના પતિએ પોતાના સસરાને ફોન કરી જણાવેલ કે, ગામના અશ્વિન અમરતભાઈ ઝાલા (રહે.ભગતના મુવાડા, કપડવંજ)એ તેણે અને તેના પત્નીના ફોટોગ્રાફ્સ ઈન્સ્ટાગ્રામ પર મુકેલ છે. જે બાબતે પુછતા આ અશ્વિને ખોટી રીતે ગાળો લખીને મેસેજ કરી હોવાનું જણાવ્યું હતું. આ બાબતે તેના સ્ક્રિનસોર્ટ તેના સસરાને મોકલી આપ્યા હતા‌. બાદમાં આ પરીણિત યુવતીના પિયરના લોકોએ આ અશ્વિનના ઘરે જઇ  ઠપકો આપ્યો હતો.
બીજી તરફ સાસરે રહેતી પરીણિતા ખુબજ માનસિક તણાવમાં રહેતી હતી. અને ગઇકાલે તેણીએ પોતાની સાસરીના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જે બાબતે પરીણિત યુવતીના માવતરને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણીના પતિએ પોતાના સસરાને જણાવ્યું કે, દિવાળી પહેલા મે આ બાબતે મારી પોતાની પત્નીને પુછતા તેણે જણાવેલ કે, અશ્વિન અમરતભાઈ ઝાલા (રહે.ભગતના મુવાડા, કપડવંજ)એ ખોટી રીતે તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરે છે અને જો સંબંધ નહીં રાખે તો ‘હું તારા અને મારા વિડિયો વાયરલ કરી બદનામ કરીશ’ અને તને જીવવા નહીં દવ’ તેવી ધમકી આપે છે જેથી કંટાળી ગઈ છું’ તેવી હકીકત જણાવી હતી અને આ ત્રાસથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે. આ બનાવ મામલે મૃતક યુવતીના પિતાએ આ અશ્વિન અમરતભાઈ ઝાલા (રહે.ભગતના મુવાડા, કપડવંજ) સામે કપડવંજ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!