કુટુંબ કલ્યાણ સ્ત્રી વ્યંધીકરણ કેમ્પ-દાહોદ : ઝાલોદના મીરાખેડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન કેમ્પનો શુભારંભ કરાયો
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, મીરાખેડી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવટ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. બારીયાના માર્ગદર્શન હેઠળ નવીન કુટુંબ કલ્યાણ સ્ત્રી વ્યંધીકરણ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા પંચાયત પાવડીના સભ્યશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. તુષાર ભાભોર, અધિક્ષક સુશ્રી ડૉ. પલક તાવિયાડ તેમજ સર્જનશ્રી ડૉ.મહેન્દ્રસિંહ ડામોર દ્વારા સ્ત્રી વ્યંધીકરણ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ૨૩ જેટલા લાભાર્થીઓના કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવ્યા હતા.
આ દરમ્યાન તાલુકા મેલ સુપરવાઈઝરશ્રી, તાલુકા હેલ્થ ફીમેલ સુપરવાઈઝરશ્રી, તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.