દાહોદ શહેરમાં રખડતા પશુઓ મામલ યોગ્ય નિરાકરણ લાવવા માટે દાહોદમાં દાઉદી બોહરા જમાત અંજમને મોહમંદી સમાજના આગેવાનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

દાહોદ તા.૩૦

દાહોદ શહેરમાં ગતરોજ એક ૬૦ વર્ષિય બોહરા સમાજના વૃધ્ધનું રખડતા પશુઓની અડફેટે વૃધ્ધની ટુ વ્હીલર ગાડીને અડફેટમાં લેતાં વૃધ્ધનું ટ્રેક્ટરની અડફેટે મોત નીપજ્યાંની ઘટનાને પગલે દાહોદના દાઉદી બોહરા જમાઅત અંજુમને મોહંમદી સમાજના આગેવાનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દાહોદ શહેરમાં રખડતા પશુઓ મામલે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેમજ આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટેના પ્રયાસો કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

ગતરોજ દાહોદ શહેરમાં ચોવીસે કલાક ધમધમતા એવા સ્ટેશન રોડ વિસ્તાર ખાતે આવેલ સ્વામિ વિવેકાનંદ સર્કલ પરથી દાહોદ શહેરમાં બુરહાની સોસાયટીમાં રહેતાં ૬૦ વર્ષિય જૈનુદ્દીન લીમડીવાલા પોતાના કબજાની ટુ વ્હીલર ગાડી લઈ પસાર થઈ રહ્યાં હતાં ત્યારે તે સમયે રસ્તાની વચ્ચે અડીંગો જમાવી બેસેલ એક પશુએ જૈનુદ્દીનભાઈને અડફેટમાં લેતાં જૈનુદ્દીનભાઈ પોતાના કબજાની ટુ વ્હીલર ગાડી પરથી ફંગોળાતાં તે સમયે ત્યાંથી પસાર થતાં એક ટ્રેક્ટરની અડફેટમાં આવી જતાં જૈનુદ્દીનભાઈનું સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે બોહરા સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી તેની સાથે સાથે દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. અને દાહોદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસને લઈ લોકોમાં ભારે આક્રોશ પણ જાેવા મળ્યો હતો. ત્યારે આજરોજ આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદના દાઉધી બોહરા જમાઅત અંજુમને મોહમંદી સમાજના આગેવાનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે,

દાહોદમાં રખડતા પશુઓની સમસ્યાએ એક ગંભીર ચિંતાનો વિષય છે. સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે અને અન્ય ઘણા વિસ્તારોમાં વ્યસ્ત સ્ટેશન રોડ પર ઘણા રખડતા પ્રાણીઓ છેલ્લા ઘણા સમયથી બેઠા છે, જે મુસાફરોની સલામતી માટે નોંધપાત્ર જાેખમ ઊભું કરે છે. કમનસીબે, ગઈકાલે એક રખડતા પશુનો જીવલેણ અકસ્માત થયો હતો. જેના પરિણામે જૈનુદ્દીનભાઈ લીમડીવાલાનું મૃત્યુ થયું હતું. આ ઘટના ત્યારે બની હતી જ્યારે સ્ટેશન રોડ પરથી પસાર થતી વખતે મૃતકનું વાહન રસ્તાની વચ્ચે બેઠેલા રખડતા ઢોર સાથે અથડાયું હતું અને વ્યક્તિએ તેનું સંતુલન ગુમાવ્યું હતું અને તે નીચે પડી ગયો હતો અને આખરે પાછળથી આવતા ટ્રેક્ટરે તેને હંકારી લેતાં જૈનુદ્દીનભાઈનું મૃત્યુ થયું હતું. આ કરુણ ઘટનાએ આપણા આખા શહેરને આઘાત અને શોકમાં લઈ લીધું છે. વ્યસ્ત રસ્તાઓ પર રખડતા પ્રાણીઓની હાજરી એ આપણા વિસ્તારમાં વારંવાર બનતી સમસ્યા છે અને આ સમસ્યાના નિવારણ માટે સત્તાવાળાઓ નક્કર પગલાં લે તે આવશ્યક છે. અમે તમને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવી હતી. જેમાં રખડતા પ્રાણીઓને રસ્તા પરથી દૂર કરો અને ખાતરી કરો કે તેઓ સુરક્ષિત રીતે સ્થાનાંતરિત છે. આ વિસ્તારમાં રખડતા ઢોરને મેનેજ કરવા માટેની યોજના વિકસાવવા માટે સ્થાનિક પશુ કલ્યાણ સંસ્થાઓ સાથે સહયોગ કરો. ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવા માટે ચેતવણી ચિહ્નો સ્થાપિત કરો અને અન્ય જરૂરી પગલાં લો. જેવી રજુઆત દાહોદ જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!