દેવગઢ બારિયા તાલુકામાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી રંગોળી અને કેન્ડલ માર્ચ દ્વારા કરવામાં આવી


દાહોદ તા.૦૨

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ઉદય ટીલાવત અને જિલ્લા ટીબી અને એચ.આઇ.વી. અધિકારીશ્રી આર. ડી .પહાડીયાના માર્ગદર્શન હેઠળ ૧ લી ડિસેમ્બર “વિશ્વ એઇડ્સ દિવસ” ૨૦૨૪ નું સૂત્ર “Take the Rights Path: My Health, My Right! (અધિકારનો માર્ગ અપનાવીએ, મારૂ સ્વાસ્થ મારો અધિકાર) થીમ હેઠળ વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો કલ્પેશ બારિયા અને અધિક્ષકશ્રી જે. એસ. ચૌહાણ હોસ્પિટલના ડૉ આર. આઈ. મેમણની સૂચના હેઠળ ICTC વિભાગના HIV Counsellor અને લેબ ટેક. દ્વારા આદર્શ નિવાસી હાઈસ્કુલ દેવગઢ બારીઆ ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ANM નર્સિંગ સ્કૂલ દેવગઢ બારીયામાં નર્સિંગના સ્ટુડન્ટ દ્વારા રંગોળી અને કેન્ડલ પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી દરમ્યાન નર્સિંગ કોલેજ સ્ટાફ, તાલુકા આરોગ્ય કચેરી સ્ટાફ, ICTC (લેબોરેટરી)વિભાગ, લિંક વર્કર સ્કીમના સુપરવાઈઝર અને લિંક વર્કર હાજર રહ્યા હતા. જે નિમિતે તાલુકા ટીબી સુપરવાઈઝર દ્વારા ટીબી/એચ.આઇ.વી વિશે પ્રશ્નોત્તરી કરી પ્રોત્સાહન રૂપે ઈનામ આપવામાં આવ્યા હતા, સાથે RKSK કાઉન્સિલર દ્વારા કિશોર – કિશોરીઓને RKSK પ્રોગ્રામ વિશે વિગતવાર માહિતી આપીને IEC કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: