દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન થશે
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લામાં આગામી તા.૦૬/૧૨/૨૦૨૪ અને તા. ૦૭/૧૨/૨૦૨૪ એમ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં રવિ સીઝનમાં લેવાતા રવિ પાકો વિશે આધુનિક કૃષિ ક્ષત્રિકતા અંગે માર્ગદર્શન, પ્રાકૃતિક ખેતી, મીલેટસ પાકો ખેતીની તેમજ સરકારશ્રીની વિવિધ ખેડુતલક્ષી રોજનાઓની સમજ આપવા દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
જેમા દાહોદ તાલુકામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ ખાતે, દેવ.બારીયા તાલુકામા પી.ટી.સી કોલેજ, દેવ બારિયા ખાતે, ધાનપુર તાલુકામા શ્રી રાજ ઉચ્ચતર બુનિયાદી આશ્રમશાળા-પીપેરો, ધાનપુર ખાતે, ફતેપુરા તાલુકામા આઈ.કે. દેસાઈ હાઇસ્કુલ, ફતેપુરા ખાતે, ગરબાડા તાલુકામાં માધ્યમિક શાળા, ગરબાડા, ઝાલોદ તાલુકામાં કંબોઈ ધામ, લીમખેડા તાલુકામાં હસ્તેસ્વર હાઈસ્કૂલ, સંજેલી તાલુકામાં તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડ તેમજ સીંગવડ તાલુકામાં તાલુકા પંચાયતની સામેના કૉમ્યુનિટી હૉલ, સીંગવડ ખાતે કૃષિ મહોત્સવના કાર્યક્રમ યોજાશે.
આ દરમ્યાન ખેડુતોને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત પણ કરાવવામાં આવશે. કૃષિ, બાગાયત, આત્મા, પશુપાલન, મત્સ્યદ્યોગ, આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવશે, જેમાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ, મીલેટ પાકોની વાનગી, ડ્રોન ટેકનોલોજી, સુક્ષમ સિંચાઈ પધ્ધતિ, કિસાન ક્રેડીટકાર્ડ, નવીન જાતોનું બિયારણ, ખેત ઓજારો અને ફાર્મ મશીનરી અંગે પ્રદર્શન કરવામાં આવશે. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક/મંજુરીપત્ર/એસેટ/ વગેરેથી સન્માનિત પણ કરવામાં આવશે. જેમાં દાહોદ જિલ્લાના તમામ ખેડુતોને રસ પૂર્વક ભાગ લેવા અનુરોધ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દાહોદ દ્વારા જણાવાયુ છે.