ઝાલોદ મહિલા પોલીસને મંદબુદ્ધિ મહિલા મળી આવતા તેને મહિલા સેવા ટ્રસ્ટને સોપવામાં આવી
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ મહિલા પોલીસને મંદબુદ્ધિ મહિલા મળી આવતા તેને મહિલા સેવા ટ્રસ્ટને સોપવામાં આવી
ઝાલોદ નગરમાં ફરતી એક મંદબુદ્ધિ મહિલા અંગે નગરમા ફરતા રીક્ષા ચાલકને ધ્યાને આવતા તેઓએ નગરના સામાજિક કાર્યકર્તા એવા સંતોષ ભગોરા, મહેરાજ પરમાર, હેમંત ચૌહાણનો સંપર્ક કર્યો હતો. મંદબુદ્ધિ મહિલા સાથે કાંઈક અજુગતી ઘટના ન સર્જાય તે હેતુથી સામાજિક કાર્યકર્તાઓ દ્વારા તાત્કાલિક નગરના પોલિસ સ્ટેશન ખાતે સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ મહિલા 04-12-2024 ના રોજ રાત્રી દરમ્યાન મળી આવી હતી. આ માહિતી મળતાની સાથે મહિલા એ.એસ.આઈ રેખાબેન નિસરતા દ્વારા તાત્કાલિક જે તે સ્થળે પહોંચી મહિલાને પોલિસના કબજામાં લઈ તેની મેડીકલ રિપોર્ટ કરાવી પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. આ મહિલા મંદબુદ્ધિ હોવાથી તેને એક દિવસ પોલિસ દ્વારા તેની જાણકારી મેળવવાના પ્રયાસ રૂપે રાખવામાં આવી હતી પરંતુ મહિલા ક્યાંની છે, ક્યાંથી આવી તે અંગે તે કાંઈ પણ બતાવી શકી ન હતી તેથી મહિલા એ.એસ.આઈ રેખાબેન દ્વારા ડી.વાય.એસ.પી પટેલ અને પી.આઈ રાઠવાનુ માર્ગદર્શન મેળવી આ મહિલાને પોલિસના વાહનમાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ ખાતે સોપવામાં આવી હતી. ઝાલોદ નગરની પોલિસે નગરના સામાજિક કાર્યકર્તાઓની મદદથી સુંદર અને સરાહનીય કામગીરી કરેલ હતી.