દાહોદ એલસીબી પોલીસ દ્વારા પ્રોહીની પ્રવૃતિમાં સંડોવાયેલ એક આરોપીને પાસા હેઠળ ધકેલવામાં આવ્યો
દાહોદ તા.૦૯
પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ પ્રોહી એક બુટલેગરને પારા ધારા હેઠળ અટકાયત કરી જિલ્લા જેલ ભાગનગર ખાતે દાહોદ એલસીબી પોલીસ દ્વારા મોકલી આપ્યાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારના અડ્ડાઓ પર રેડ પાડવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના તેમજ માર્ગદર્સન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ પ્રોહી બુટલેગર જશુ ઉર્ફે જશવંતભાઈ ભીમજીભાઈ ભરવાડ (રહે. પંચેલા, ભરવાડ ફળિયું, તા. દેવગઢ બારીઆ, જિ. દાહોદ) ની પાસા ધારા હેઠળ અટકાયત કરી હતી. ત્યારે આ આરોપીના દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા પાસા વોરંટ ઈશ્યુ કરતાં ઉપરોક્ત આરોપીને દાહોદ એલસીબી પોલીસે જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપી આગળની કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.

