લીમખેડા નગરમાં મોટરસાઈકલની અડફેટે એક ૫૫ વર્ષિય રાહદારીનું મોત નીપજ્યું
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં એક મોટરસાઈકલના ચાલકે એક ૫૫ વર્ષિય વ્યક્તિને અડફેટમાં લેતાં ૫૫ વર્ષિય વ્યક્તિનું શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
લીમખેડા નગરમાં વિજય હોટલની સામે હનુમાન મંદિર પાસે રહેતાં ૫૫ વર્ષિય હરીસીંગભાઈ બાપુસીંગભાઈ સોનીયાર ગત તા.૦૯મી ડિસેમ્બરના રોજ પોતાના ઘરના આગળથી પસાર થતાં રસ્તા પરથી ચાલતા પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી હરીસીંગભાઈને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં હરીસીંગભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમ્યાન હરીસીંગભાઈનું મોત નીપજતાં આ સંબંધે રાહુલભાઈ હરીસીંગભાઈ સોનીયારે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.