રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે એક્સિબિશન દ્વારાબાળકોનેમાહિતગાર કરાયા
નરેશ ગનવાણી નડિયાદ
ડો.કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખેડા દ્વારા ‘રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’ની મંજીપુરા ખાતે ઉજવણી કરાઈ, ઉર્જાસંરક્ષણ તથા ક્લાઇમેટ ચેન્જ એક્સિબિશન દ્વારા બાળકોને માહિતગાર કરાયા
ગુજરાત સરકારના ડિપાર્ટમેંટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) પ્રેરિત ડો.કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખેડા દ્વારા વિજ્ઞાન, ગણિત અને ઉર્જા સંરક્ષણ અંગે જાગૃતિ માટેની પ્રવૃત્તિઓ ખેડા જિલ્લામાં કરવામાં આવે છે.
જેમાં શનિવારના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન નિમિતે ચિરસ્થાયી ઉર્જા તથા ક્લાઇમેટ ચેન્જ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન મંજીપુરા પ્રાથમિક શાળામાં કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મંજીપુરા પ્રાથમિક શાળાના ધોરણ ૫થી ૮માં ભણતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉર્જા સંરક્ષણ અને જાગૃતિ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.એસ.સી. કોઓર્ડિનેટર ભાવિકા મકવાણા દ્વારા ઉર્જા સંરક્ષણ અને ઉર્જા બચત અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેઓએ ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાનમાં થતાં વિવિધ ફેરફારો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ વિડિયો દ્વારા ઉર્જા એટલે શું, ઊર્જાના વિવિધ સ્વરૂપો , ઉર્જા સંરક્ષણના નિયમો, ઉર્જા ક્યાં અને કેટલી વાપરવામાં આવે છે તેની સમજૂતી આપવામાં આવી હતી. ઉર્જાના આડેધડ વપરાશને કારણે થતાં ગેરફાયદોઓને ધ્યાનમાં રાખી તેનો વપરાશ કેવી રીતે કરવો તેની માહિતી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ ચિત્ર સ્પર્ધા, સ્લોગન રાઇટિંગ તથા ઉર્જાસંરક્ષણ તથા ક્લાઇમેટ ચેન્જ એક્સિબિશનનું આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં સીએસસીના કોઓર્ડીનેટરઓ ભાવિકા મકવાણા, દિવ્યાંગભાઈ તથા ભુમિકાબેન અને શાળાના આચાર્ય નિકુંજભાઈ તથા શિક્ષક હાજર રહ્યા હતા.