વીજ કંપનીની કાર્યવાહીથી ફફડાટ ફતેપુરા, ઝાલોદના 6 ગામમાં 120 સ્થળે વીજ ચોરી પકડી : 21.47 લાખનો સ્થળ પર જ દંડ વસુલ
દાહોદ તા.૧૭
એમજીવીસીએલ ફતેપુરા, ઝાલોદ સબ ડિવીઝનની ટીમે વીજ ચેકીંગનું ડ્રાઈવનું આયોજન કર્યુ હતું. જેમાં એમજીવીએલની ટીમોએ નિવૃત આર્મીને સાથે રાખી ફતેપુરા અને ઝાલોદ ડિવીઝનમાં છ ગામોમાં ધામા નાખી કુલ 662 જોડાણો ચેક કર્યા હતા. 120 સ્થળે વીજ ચોરી પકડાઈ હતી. જેમાં 21.47 લાખનો સ્થળ પર દંડ વસુલ કર્યો હતો. એમજીવીસીએલ ફતેપુરા અને ઝાલોદ ડિવીઝનની ટીમે 16 ડિસેમ્બરને સોમવારના રોજ ડિવીઝનના ચેકીંગનું આયોજન કર્યું હતું. જેમાં આ ટીમોએ એક્સ આર્મીને સાથે રાખી ફતેપુરા અને ઝાલોદ ડિવીઝનના 6 ગામોમાં વીજ ચોરી ઝડપી પાડવામાં ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં છ ગામોમાં 662 વીજ જોડાણો ચેક કર્યા હતા. જેમાંથી 120 કનેકશનોમાં વીજ ચોરી ઝડપાઈ હતી.
જેમાં ફતેપુરાના કુંડલામાં 105, નાનીબારામાં 122, હડમતમાં 106, સલરામાં 125 તેમજ ઝાલોદના વાસીયામાં 106 ને સંજેલીમાં 98 વીજ મીટરો ચેક કર્યા હતા. જેમાં 120 સ્થળે વીજ ચોરી પકડાતા 21.47 લાખ રૂપિયાનો સ્થળ પર દંડ વસુલ કરવામાં આવ્યો હતો. વીજ કંપનીની કાર્યવાહીથી વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.