મીનાવાડા નજીક પોલીસે પીછો કરેલી કારમાંથી ૧.૨૭ લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહુધા પોલીસ સ્ટેશનની હદમાંથી પીછો કરેલી કારમાંથી રૂપિયા ૧.૨૭લાખનો ઈંગ્લીશ દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો છે.
મહુધાના મીનાવાડા ગામે ગઇકાલે રાત્રે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પસાર થતી કાર ને શંકાના આધારે રોકવાની કોશિશ કરી હતી. પરંતુ કાર ચાલકે પોતાની કાર હંકારી રામના મુવાડા તરફ ભગાડી હતી પોલીસે કારનો પીછો કરી અટકાવી હતી. પોલીસે કાર ચાલકની પુછપરછ કરતા પોતાનું નામ નરેન્દ્ર શંકરસિંહ રાજપુત (રહે.ઉદેપુર) હોવાનું જણાવ્યું હતું. કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની ૮૧૬ બોટલો કુલ કિંમત રૂપિયા ૧ લાખ ૨૭ હજાર ૨૦૦ મળી આવી હતી. પોલીસે કાર સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૩ લાખ ૩૨ હજાર ૭૦૦ના મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
