ટી. જે. પટેલ કોમર્સ કોલેજ ખાતે ઈકોનોમી ઉપર નિષ્ણાતનું વ્યાખ્યાન યોજાયું
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદની જાણીતી અંગ્રેજી માધ્યમ ટી. જે. પટેલ કોમર્સ કોલેજ, નડિયાદ ખાતે કોલેજનાં રીડીંગ હોલ ખાતે ઈન્ડીયા, પાંચ ટ્રીલીયન ઈકોનોમી ‘ વિષય ઉપર નવરચના યુનિવર્સિટી, વડોદરાનાં વિધ્ધાન પ્રાધ્યાપક ડો. હિતેશભાઈ ભાટીયાનું જાહેર વ્યાખ્યાન આયોજન કરવામાં આવેલ. જેમાં કોલેજનાં વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, આમંત્રિત મહેમાનો તેમજ વિવિધ શાળાનાં ધોરણ ૧૧,૧૨ નાં વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા. કાર્યકમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થના થી કરવામાં આવેલ. આમંત્રિત વકતા નું પુષ્પગુચ્છ થી સ્વાગત ધી નડિયાદ એજયુકેશન સોસાયટીના જોઈન્ટ સેક્રેટરી ચંન્દ્રકાતભાઈ પટેલ ધ્વારા કરવામાં આવ્યું હતું. આમંત્રિત વકતા ધ્વારા ભારતનાં અર્થતંત્રને લગતી સમસ્યાઓ તેમજ ઉજજવળ ભવિષ્યને શકયતા બતાવતો આશાવાદ વિગતે ચર્ચવામાં આવ્યો હતો. ભારતનો જીડીપી અન્ય દેશોની સરખામણીમાં સ્થિર તેમજ સહુથી વધુ વિશ્વમાં ગ્રોથ રેટ જાળવી રાખેલ છે તેનાં કારણો વિગતે ચર્ચવામાં આવ્યા હતા. ઉપરાંત ફેરેન ઈન્વેસ્ટમેન્ટ, રોજગારી, ટેક્ષેશન જેવાં વિવિધ પાસાઓને ધ્યાનમાં લઈ નીજીકનાં ભવિષ્યમાં ભારત પાંચ ટ્રીલીયન ઈકોનોમી બની શકે તેની શકયતાઓ ચર્ચવામાં આવી હતી. વિશ્વમાં ભારત ત્રીજા નંબરની ઈકોનોમી બનવા તરફ થઈ રહી છે અને તેનાં કારણો સાથે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યકંમના અંતે પ્રશ્નોતરીનું આયોજન કરવામાં આવેલ. આભાર વિધિ કોલેજનાં પ્રાધ્યપક હરીશભાઈ પંજાબીએ કરી હતી. કાર્યક્રમનાં અંતે રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પત્રકાર મિત્રોની વિશિષ્ટ હાજરી નોધવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનાં આયોજનની જવાબદારી તેમજ માર્ગદર્શન કોલેજનાં કા. આચાર્ય ડો. જયારાજભાઈ શાહ ધ્વારા કરવામાં આવેલ હતું.
