નડિયાદના બ્રહ્મા કુમારી પ્રભુ સ્મરણ હોલ ખાતે ધ્યાન શિબિર યોજાઈ
નરેશ ગનવાણી નડિયાદ
યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવું ભારત માટે ગૌરવપૂર્ણ બાબત છે. જે અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નડિયાદ ખાતે બ્રહ્મા કુમારી ધ્યાન કેન્દ્રના પ્રભુ સ્મરણ હોલમાં વિશ્વ ધ્યાન દિવસ ઉજવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ નિમિતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ શહેરો – ગામડાઓ મળીને કુલ ૪૦ સ્થળોએ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી, યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે. આજે તે માનવજાત માટે આશાનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપે છે. આ પ્રસંગે રાજ યોગીની પૂજ્ય પૂર્ણિમા દીદી, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના મેનેજિંગ ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ દવે, બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિદ્યાલયના બીપીનભાઈ પટેલ, યોગ બોર્ડ ખેડા જિલ્લાના કોર્ડીનેટર રાનીબેન ઠાકર, નીતિનભાઈ ઉપાધ્યાય,પૂર્વ કોર્ડીનેટર મીનલભાઈ, યોગ કોચ તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. છે

