તાપણું કરવાં બેઠેલા યુવક પર શખ્સે તલવારથી હુમલો કરતાં મોત નિપજ્યું

નરેશ ગનવાણી નડિયાદ

માતરના રધવાણજ ગામે ઠંડીમાં બહાર તાપણું કરતા યુવાનને એક શખ્સે  તલવારનો ઝટકો મારતાં મોત નિપજ્યું છે. આ સંદર્ભે માતર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હત્યારાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
માતર તાલુકાના રધવાણજ ગામે સોનારપુરા નિશાળવાળા ફળિયામાં વિજયભાઈ પૂજાભાઈ ઠાકોર રહે છે. તેમનો  પુત્ર ભાવિન ગઇકાલે મોડીરાત્રે  ઘર પાછળ આવેલ બહુચરમાતાના મંદિર પાસે મિત્રો સાથે તાપણું સળગવી બેઠો હતો. તે વખતે જયેશ રમેશ ઠાકોર એકાએક ત્યાં આવી બહુચર માતાના દેરામાથી તલવાર લઈને ભાવિનને પાછળના ભાગે તલવારનો ઝટકો મારી દીધો હતો. જેથી ભાવિન લોહિલૂહાણ હાલતમાં જમીન પર જ ઢળી પડ્યો હતો. હાજર તેના મિત્રોએ બુમરાણ કરતાં ભાવિનના માતા-પિતા દોડી આવ્યા હતા. અને ભાવિનને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન ભાવીનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ મામલે વિજયભાઈ પૂજાભાઈ ઠાકોરે માતર પોલીસને જાણ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: