ફતેપુરા વકીલ મંડળ બાર એસોસિએશન ચૂંટણી યોજાઈ.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા વકીલ મંડળ બાર એસોસિએશન ચૂંટણી યોજાઈ

પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી પ્રમુખના બે ઉમેદવારોને સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર કરવામાં આવ્યા વકીલ પ્યારેલાલભાઈ કલાલને ફતેપુરા વકીલ મંડળના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યું  ઉપપ્રમુખ તરીકે એડી રાઠોડ ને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા          

    ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા વકીલ મંડળ બાર એસોસિએશન ચૂંટણી વકીલ મંડળના સભાખંડમાં વકીલ મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવેલ હતી જેમાં પ્રમુખનો ઉમેદવાર વકીલ પ્યારેલાલભાઈ કલાલ તેમજ વકીલ શરદભાઈ ઉપાધ્યાય ને 11 11 મત સરખા મળતા ચિઠ્ઠી ઉછાળી વકીલ પ્યારે લાલભાઈ કલાલ નુ નામ નીકળતા તેઓને ફતેપુરા વકીલ મંડળના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે ઉપપ્રમુખના ઉમેદવાર વકીલ એડી રાઠોડને ને 22 મત મળ્યા હતા જ્યારે વકીલ એન એસ. ચરપોટને 10 મત મળતા વકીલ એ ડી રાઠોડને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન વકીલ અને ચૂંટણી અધિકારી અમીતભાઈ અગ્રવાલ એ સફળ સંચાલન કર્યું હતું  ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને એડવોકેટ સી એસ પારગી અમુલભાઇ શાહ પંચાલ સાહેબ શબ્બીરભાઈ સુનેલવાલા તેમજ હરીફ ઉમેદવાર વકીલઓ એ  શુભેચ્છાઓ પાઠવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!