સખી મંડળની બેન્ક મિત્ર તરીકે કામ કરતી ૩૫ મહિલાઓને ડીજી પે બાયોમેટ્રિક ડિવાઇસનું વિતરણ

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે સખીમંડળની બેન્કમિત્ર તરીકે કામ કરતી ૩૫ મહિલાઓને ડીજી પે બાયોમેટ્રિક ડિવાઇસનું વિતરણ કર્યું છે. દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દિન દયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને કોમન સર્વિસ સેન્ટરના સયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
સાંસદ શ્રી ભાભોરે આ પ્રસંગે જણાવ્યું કે, દાહોદ જિલ્લાની મહિલાઓ આર્થિક રીતે સ્વંતત્ર બને તે હંમેશા અમારૂ લક્ષ રહ્યું છે. આદિવાસી મહિલાઓના સશક્તિકરણ માટે રાજય સરકારનો પણ એટલો જ સહયોગ રહ્યો છે. આદિવાસી મહિલાઓ આર્થિક રીતે પગભર બને અને તેમને ઘરઆંગણે જ રોજગારી મળે તે માટે બેન્કિંગ ક્ષેત્રોમાં પણ મહિલાઓ જોડાઇ રહી છે. અને અંતરિયાળ ગામો સુધી પણ બેન્કિંગ સુવિધાઓ પહોંચતી થઇ છે. કોરોના મહામારીના સમયમાં રાજય સરકાર દ્વારા ચલાવાય રહેલાં આત્મનિર્ભર ભારત મિશનને સાકાર કરવામાં સખી મંડળની બહેનો અગ્રેસર રહેશે. દાહોદ જિલ્લાની ૫૪૮ પંચાયતોમાં સખી મંડળની બહેનો દ્વારા સરકાર ની તમામ યોજના અને બેન્કિંગ સેવાઓ ગ્રામ સ્તરે પહોંચતી કરાશે.
આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સી.બી. બલાતે કોમન સર્વીસ સેન્ટર વિશે ઉપસ્થિતોને વિસ્તૃત માહિતી આપી હતી.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: