દાહોદ જીલ્લાના ઉમેદવારોની 12 જાન્યુઆરીની રાત્રીના 12 વાગેથી અગ્નીવીર જનરલ ડયુટીની અને 14 જાન્યુની રાત્રે 12 વાગેથી અગ્નીવીર ટેકનીકલ,ટ્રેડસમેઞ અને કલર્ક ની ફીઝકલ ભરતી રેલી વડોદરા ખાતે યોજાશે
દાહોદ તા.૨૮
આગામી તા 5 જાન્યુઆરીની રાત્રીથી 15 જાન્યુઆરી સુધિ એ આર ઓ ,અમદાવાદ અને જીલ્લા વહીવટી તંત્ર વડોદરા દ્વારા અગ્નીવીર લેખીત પરીક્ષા પાસ થયેલ ગુજરાતના ઉતર ગુજરાત,મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાતના કુલ 20 જીલ્લા તેમજ દમણ અને દાદરા નગર હવેલી કેન્દ્ર શાસીત પ્રદેશના કુલ 8354 ઉમેદવાર માટે ફીઝકલ,મેડીકલ અને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે વડોદરા એમ એસ યુ પેવેલીયન ગ્રાઉન્ડ ખાતે અગ્નીવીર ભરતી રેલી યોજાશે
આર્મી રીક્રુટીંગ ઓફીસ (એ. આર .ઓ. )અમદાવાદ દ્વારા 2024 મા અગ્નિવીર લેખિત પરીક્ષા લેવામા આવેલ હતી જેમા દાહોદ જીલ્લાના અગ્નીવીર જનરલ ડયુટી પાસ થયેલ 457 ઉમેદવારોની 12 જાન્યુ ની રાત્રે (13 તારીખની સવારમા ) ફીઝકલ ટેસ્ટ માટે વડોદરા ખાતે ભરતી રેલી યોજાશે તેમજ ૧૫ જાન્યુઆરીએ અગ્નીવીર ટેકનીકલ ,અગ્નીવીર ટ્રેડમેન અને અગ્નીવીર કલર્કની ભરતી રેલી ફીઝકલ ટેસ્ટ ,મેડીકલ અને ડોકયુમેન્ટ વેરીફીકેશ કરવામાં આવશે.
અગ્નીવીર ભરતી રેલીમા લેખીત પરીક્ષા પાસ કરેલ દાહોદ જીલ્લાના ઉમેદવારોને તા.1૩ જાન્યુઆરીના વહેલી સવારે ( તા 12 જાન્યુઆરીની મધ્ય રાત્રીથીના 12.00 થી ) અગ્નીવીર ભરતીની ઓફીશ્યલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલ એડમીટ કાર્ડ ,તેમજ એફીડેવીટના રજુ કરવાથી પ્રવેશ આપવામાં આવશે
ઉમેદવારોનો પ્રથમ પી એફ ટી (ફીઝકલ ફીટનેશ ટેસ્ટ ) લેવાશે જેમા ( 1600 મીટરની રનીંગ ,પુલ અપસ,લાંબો કુદકો ,ઉચો કુદકો,જીકજાક )ના ટેસ્ટ લેવાશે તેમા પાસ થનાર ઉમેદવારોના પી એમ ટી (ફીઝકલ મેજરમેન્ટ ટેસ્ટ ) લેવાશે જેમા વજન,ઉંચાઈ,છાતી,ટેટુ વગેરે તપાસવામા આવશે તેના બાદ ઉમેદવારોના આર્મીના મેડીકલ ઓફીસર દ્વારા મેડીકલ ટેસ્ટ કરવામા આવશે જેમા પાસ થયેલ ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવશે.
વડોદરા ખાતેની અગ્નીવીર ભરતી રેલીમા આવતા ઉમેદવારોને ટ્રાન્સ્પોર્ટેશનની મુશ્કેલી ન પડે તે માટે જી એસ આર ટી સી દ્વારા જીલ્લા અને તાલુકાના ડેપો મેનેજરને ભરતી રેલીમા આવનાર ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને એકસ્ટ્રા બસો મુકવા સુચનાઓ આપેલ છે તેમજ વડોદરા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વડોદરા ખાતે આવનાર ઉમેદવારો માટે ઠંડીને ધ્યાનમા રાખીને ગ્રાઉન્ડ તૈયાર મંડપ,બેરીકેડીંગ,લાઈટીંગ કરાવવા,કાયદો અને ટ્રાફીક વ્યવસ્થા જાળવવા , ઉમેદવારોને પીવાના પાણી,સફાઈ,શૌચાલય,તેમજ ગ્રાઉન્ડ પાસ થનાર અને મેડીકલ માટે રોકાણ કરનાર ઉમેદવારો માટે ફુડની અને રહેઠાણની સુવિધા માટે આયોજન કરવામાં આવેલ છે.
જીલ્લાની રોજગાર કચેરી ખાતે અગ્નીવીર ભરતીની નિવાસી તાલીમ મેળવેલ અને લેખીત પરીક્ષા પાસ ઉમેદવારો ભરતી રેલીના સ્થળ વડોદરા ખાતે વિના મુલ્યે પહોચી શકે તે માટે રોજગાર કચેરીઓ દ્વારા મફત મુસાફરી એસ ટી કુપનો પણ ઈસ્યુ કરવામાં આવશે.
ભરતી રેલીમા આવનાર અગ્નીવીર જનરલ ડયુટીના દાહોદ જીલ્લાના ઉમેદવારોએ ૧૨ જાન્યુઆરીએ સાંજ સુધિ વડોદરા પહોચી જવા તેમજ સાથે ફળ તેમજ સુકો નાસ્તો સાથે રાખવા જણાવવામા આવે છે વધુમા ઉમેદવારોને દોડવા માટે સ્પોર્ટસ બુટ પહેરવા તેમજ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલ એડમીટ કાર્ડ અને પોતાના નામ વિગતો લખેલ એફીડેવીટને નોટરી કરાવીને રજુ કરવુ તેમજ તમામ ડોકયુમેન્ટ (દસ્તાવેજો ) અસલ (original) અને ૦૩ નકલમાં અવશ્ય સાથે લાવવાના રહેશે જેમાં આર્મીની વેબસાઇટ(https://joinindianarmy.nic.in)પરથી ડાઉનલોડ કરેલ ઓનલાઈન એડમિટ કાર્ડની ૦૨ નકલ, છેલ્લા 03 મહિનામાં પડાવેલ ૨૦ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ,વેબસાઈટ પર થી ડાઉનલોડ કરેલ પોતાના નામનુ એફીડેવીટ 10 રૂપિયાના નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પર એફિડેવીટ(સોગંદનામુ), ડોમીસાઈલ સર્ટીફીકેટ, જાતિનું પ્રમાણપત્ર (Cast Certificate),અનમેરીડ(લગ્ન ન કર્યા અંગેનું)ગામના સરપંચનું ફોટો સાથેનું સર્ટિફિકેટ તેમજ શાળા/કોલેજ ના પ્રિન્સિપાલ,ગામના સરપંચ/મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા પોલીસ પાસેથી મેળવેલ ચારિત્ર્ય નો દાખલો(કેરેક્ટર સર્ટિફિકેટ), સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)/બોનોફાઇડ સર્ટિફિકેટ ફોટો સાથેનું, ધર્મનું પ્રમાણપત્ર, શિક્ષણના પ્રમાણપત્રો(ધોરણ-8, ધોરણ-10, ધોરણ-12, ડિગ્રી/ડિપ્લોમા,પોસ્ટ ગ્રેજ્યુએશન તમામ), પોતાના અસલ આધારકાર્ડ, પાનકાર્ડ અને બેન્ક પાસબુક તેમજ માતા અને પિતાના આધાર કાર્ડની નકલ સાથે રાખવા.
તેમજ લાગુ પડતું હોય તેવા ઉમેદવારોએ NCC A/B/C & RD Parade Certificate, Sports નું સર્ટિફિકેટ, રિલેશન સર્ટિફિકેટ, ITI (આઈ.ટી.આઈ) સર્ટિફિકેટ/માર્કશીટ, કમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, LMV ડ્રાઇવિંગ લાઇસન્સ, બોડી ટેટૂ સર્ટિફિકેટ સાથે સાથે રાખવાના રહેશે. ઉમેદવારોને રેલી સબંધિત કે દસ્તાવેજો સબંધિત પ્રશ્નોના નિવારણ માટે એ આર ઓ અમદાવાદની વેબસાઈટ અને તેમના હેલ્પલાઈન નંબર દાહોદ રોજગાર કચેરીનો તેમજ વડોદરા ખાતેની મદદનીશ નિયામક (રોજગાર) કચેરી,વડોદરાના કન્ટ્રોલ રુમ /હેલ્પલાઈન નંબર 0265-2631326 પર સવારે 11.00 થી 6.00 સુધિ કોલ કરવા તેમજ વધુ સ્પષ્ટતા માટે ઉમેદવારોને અગ્નિવીર ભરતી રેલી માટે અધિકૃત વેબસાઇટ:- https://joinindianarmy.nic.in RALLY NOTIFICATION FOR AGNIVEER ARO AHMEDABAD 2024 નોટિફિકેશનની સુચનાઓ ધ્યાને લેવા રોજગાર અધિકારી દાહોદની યાદીમાં જણાવવામાં આવેલ છે.

