દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં બંધન બેન્કના ત્રણ એજન્ટો દ્વારા રૂા.૯ લાખ ઉપરાંતની રકમની ઉચાપત કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંઈ
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં બંધન બેન્કના ત્રમ એજન્ટો દ્વારા ગ્રાહકોના લોનના ઉઘરાણીના હપ્તા તેમજ લોનના નાણાં મળી કુલ રૂા.૯,૩૬,૯૩૦ના નાણાંની ત્રણ એજન્ટો દ્વારા ઉચાપતાં કરી તેમજ પોતાના અંગત કામમાં વાપરી નાંખતાં આ મામલે બંધન બેન્કના ત્રણેય એજન્ટો વિરૂધ્ધ બંધન બેન્કના જબાવદાર કર્મચારી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં દાહોદ જિલ્લા ચકચાર મચી જવા પામી છે.
દાહોદ જિલ્લો ગ્રામીણ વિસ્તાર ધરાવતો જિલ્લો છે તેમાંય હાલ છેલ્લા કેટલાંય વર્ષાેથી દાહોદ જિલ્લામાં બંધન બેન્ક મારફતે માઈક્રો ફાઈનાન્સ સહિતની લોનો ગ્રાહકોને પુરી પાડવામાં આવી રહી છે. તેમાંય ખાસ કરીને મહિલાઓની મંડળીઓ બનાવી લોનો આપવાનું કામ ચાલુ છે. આવા સમયે બંધન બેન્કના એજન્ટો દ્વારા લોનના હપ્તાની ગ્રાહકો પાસે ઉઘરાણી કરી આ લોનના હપ્તા બંધન બેન્કમાં એજન્ટો દ્વારા જમા ન કરાવતાં ગ્રાહકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યાં છે. આવા સમયે બેન્ક દ્વારા લેણાના બાકી નીકળતા હપ્તા માટે ગ્રાહકોને પણ અવાર નવાર ફોન કરતાં હોય છે ત્યારે ગ્રાહકો દ્વારા પોતે હપ્તાના નાણાં એજન્ટોને આપી દેવામાં આવ્યાં હોવાનું જણાવતાં છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને દાહોદ જિલ્લામાં બંધન બેન્કના લોનના આ પ્રકરણમાં મોટુ ભોપાળુ બહાર આવી રહ્યું છે. ભુતકાળમાં પણ દાહોદમાં કેટલાંક બંધન બેન્કના એજન્ટો દ્વારા ગ્રાહકો પાસેથી લોનના હપ્તાની ઉઘરાણી કર્યા બાદ લોનના હપ્તાના નાણાં બેન્કમાં જમા ન કરવામાં આવતાં હોવાના આક્ષેપો ગ્રાહકો કરી રહ્યાં છે. આવા સમયે આવોજ એક કિસ્સો ગરબાડા તાલુકામાં પ્રકાશમાં આવ્યો છે જેમાં બંધન બેન્કમાં એજન્ટ તરીકે કામ કરતાં ચિરાગબાઈ રાજુભાઈ સોલંકી (રહે. ગૌશાળા પાસે, કોળીવાડ, દાહોદ, તા.જિ.દાહોદ) નરેન્દ્રભાઈ વિજયભાઈ રાઠોડ (રહે. ભાટવાડા, પ્રાથમિક શાળા, અંજુમન હોસ્પિટલ પાસે, દાહોદ, તા.જિ.દાહદોદ) અને કમલેશભાઈ રાધેશ્યામ મારૂ રહે. (મધ્યપ્રદેશ) નાઓએ આ ત્રમેય બંધન બેન્કના એજન્ટો દ્વારા પોતાની ફરજ દરમ્યાન અલગ અલગ ગ્રાહકો પાસેથી લોનના હપ્તાની ઉઘરાણી કરી તેમજ ગ્રાહકોની લોનો પાસે થઈ જેમાં મંજુર થયેલ લોન કરતાં ગ્રાહકોને નાણાં ઓછા આપતાં હતાં. આ ઉપરાંત હપ્તાની ન તો કોઈ પહોંચ કે ન તો કોઈ રસીદ પણ ગ્રાહકોને આપતાં ન હતાં. ઉપરોક્ત ત્રણેય એજન્ટો દ્વારા અલગ અલગ સમયગાળા દરમ્યાન જેમાં તારીખ ૨૯.૦૧.૨૦૨૪થી તારીખ ૧૫.૧૦.૨૦૨૪ના સમયગાળા દરમ્યાન કુલ રૂા૯,૩૬,૯૩૦ની ઉચાપત, છેતરપીંડી કરતાં આ રકમ બેન્કમાં જમા ન કરાવી પોતાના અંગત કામમાં વાપરી નાંખતાં આ સંબંધે બંધન બેન્કના જવાબદાર કર્મચારી જુલીયસ આકાશ મલીક દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

