ઝાલોદ નગરના હિન્દુ યુવાનો દ્વારા સનાતન ધર્મધ્વજા અને રાષ્ટ્ર ધ્વજ સાથે યોજાતી પ્રભાત ફેરી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરના હિન્દુ યુવાનો દ્વારા સનાતન ધર્મધ્વજા અને રાષ્ટ્ર ધ્વજ સાથે યોજાતી પ્રભાત ફેરી
ઝલોદ નગરમાં સવારના ૬.૧૫ કલાકે ભરત ટાવર ચોક ખાતે સહુ લોકો ભેગા મળીને અહીંયા થી નિત્ય પ્રભાત ફેરી ઢોલક મંજીરા તેમજ ધાર્મિક ભજનની ધૂન સાથે પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. પ્રારંભિક તબક્કે 4 યુવાનો થી પ્રભાતફેરી નગરમાં ફરતી થઈ હતી તેનું આજે વિશાળ સ્વરૂપ જોવા મળે છે.
આ પ્રભાતફેરીમા નાના ભુલકાઓ, યુવાનો, મહિલાઓ તથા વડીલો એકત્રિત થઈને નગરના વિવિધ માર્ગો પર થી પસાર થાય છે. પ્રભાતફેરી દરમ્યાન માર્ગ પર આવતા હિન્દુ મંદિરો પર રોકાઈ ત્યાં ભજન કીર્તન કરવામાં આવે છે. પ્રભાતફેરી નિત્ય ભરત ટાવર, શહિદ રાજેશ ચોક ,મોચી દરવાજા, માંડલી ફળીયા ,કોળીવાડા ,મીઠાચોક , રામસાગર તળાવ, લુહારવાડા થી પરત ભરત ટાવર ખાતે આ પ્રભાતફેરીનું સમાપન કરવામાં આવે છે. આ માર્ગ પર રામદ્વારા મંદિર, ગીતા મંદિર, મહાકાળી માતા મંદિર, રાધેકૃષ્ણ મંદિર, લાલજી મંદિર, બાલ હનુમાન મંદિર, રામસાગર તળાવ ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર, ખોડિયાર માતા મંદિર, સોમનાથ મહાદેવ મંદિર, મહાલક્ષ્મી માતા મંદિર,જૈન મંદિરની નિત્ય પરિક્રમા કરી ભક્તિ રસનો લ્હાવો ભક્તો પ્રભાતફેરી ફરી લઈ રહેલ છે.
આ પ્રભાત ફેરીમા સનાતન ધર્મની ધર્મધ્વજા તેમજ ભારત નું ગૌરવ રાષ્ટ્રધ્વજ સાથે પ્રભાતફેરી કાઢવામાં આવતી હોય છે જેથી આજના યુવાનો તેમજ દરેક લોકોમા સનાતન ધર્મ વિશે જાગૃતતા આવે તેમજ રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ રહે. રાષ્ટ્ર પ્રેમ તેમજ સનાતન ધર્મની આ અલખમાં આગામી 31 ડિસેમ્બરના રોજ નગરની હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય ભજન સંધ્યાનુ આયોજન પણ કરવામાં આવેલ છે.

