લીમખેડાના પાણીયા ગામે અંધશ્રધ્ધાનું ભુત વળગતા મહિલા સહિત ત્રણ ઈસમોએ એક મહિલાને માર મારતાં પોલીસમાં ફરિયાદ નોંધાંઈ
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામે અંધશ્રધ્ધાનું ભુત વળગતા મહિલા સહિત ત્રણ ઈસમાએએ એક મહિલાને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે.
લીમખેડાના પાણીયા ગામે સીમોળા ફળિયામાં રહેતાં રમેશભાઈ ભુરાભાઈ પટેલ, રમીલાબેન રાજેશભાઈ પટેલ ને પીન્ટુભાઈ રમેશભાઈ પટેલના પરિવારની દિકરી જશોદાબેન મૃત્યુ પામેલ હોય જેના મરણ પ્રસંગમાં ગામમાં રહેતાં નર્મદાબેન દિનેશભાઈ પટેલ ગયાં હતાં. જ્યાં ઉપરોક્ત ત્રણેય ઈસમોએ ખોટો શક, વહેમ રાખી નર્મદાબેને કંઈક કરી નાંખેલ જેનાથી જશોદાબેન મૃત્યુ પામેલ તેવો ખોટો શક, વહેમ રાખી જશોદાબેનને બેફામ ગાળો બોલી, નર્મદાબેનને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત નર્મદાબેન દિનેશભાઈ પટેલે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

