દાહોદના વણભોરી ગામેથી ૧૭ વર્ષીય સગીરાનું લગ્નની લાલચ અપહરણ કરી જતો યુવક
દાહોદ તા.૦૩
દાહોદ તાલુકાના વણભોરી ગામેથી એક ૧૭ વર્ષીય સગીરાને એક યુવકે પોતાની પત્નિ તરીકે રાખવા સારૂ સગીરાનું અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંઈ હોવાનું જાણવા મળે છે.
દાહોદના વણભોરી ગામે ડુંગરી ફળિયામાં રહેતો અરવિંદભાઈ મુળીયાભાઈ ભાભોરે દાહોદ તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આફી સગીરાનું ગત તા.૨૪મી નવેમ્બરના રોજ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

