દાહોદના ભીટોડી ગામેથી પસાર થતાં અમદાવાદ-ઈન્દૌર નેશનલ હાઈવે પરથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૩.૪૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બેની અટકાયત કરી
દાહોદ તા.૦૩
દાહોદ તાલુકાના ભીટોડી ગામેથી પસાર થતાં અમદાવાદ-ઈન્દૌર નેશનલ હાઈવે પરથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ કિંમત રૂા.૩,૪૭,૫૬૩ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૬,૫૭,૫૬૩ના મુદ્દામાલ સાથે ગાડીમાં સવાર બે ઈસમોની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. ગત તા.૦૨ જાન્યુઆરીના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદના ભીટોડી ગામેથી પસાર થતાં અમદાવાદ-ઈન્દૌર નેશનલ હાઈવે પર પોલીસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લીધી હતી અને ગાડીમાં સવાર વિક્રમ ઉર્ફે વિક્કી શ્રી લાલરામ નાયક તથા તેની સાથેનો રાહુલ જયવીર (બંન્ને રહે. હરિયાણા) નાઓની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.૧૪૪૫ કિંમત રૂા.૩,૪૭,૫૬૩ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૬,૫૭,૫૬૩નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમોની પોલીસે વધુ પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો વડોદરાના દર્શનભાઈએ મંગાવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવતાં આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

