ઝાલોદ તાલુકાના પીસોઈ ગામે બીજાની પત્નિને પોતાની પત્નિ તરીકે રાખવા સારૂ એક ઈસમે પોતાની સાથે પોતાના પરિવારજનોને રાખી સાથે મહિલા સહિત ચાર વ્યક્તિઓને ડંડા વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીસોઈ ગામે બીજાની પત્નિને પોતાની પત્નિ તરીકે રાખવા સારૂ એક ઈસમે પોતાની સાથે પોતાના પરિવારજનોને રાખી સાથે મહિલા સહિત ચાર વ્યક્તિઓને ડંડા વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે.
ઝાલોદના પીસોઈ ગામે સ્ટેશન ફળિયામાં રહેતાં રામસીંગભાઈ છત્રસિંહ પગીના ભાઈ આરતભાઈની પત્નિને બારેક વર્ષ પહેલા ગામમાં રહેતો રંગીતભાઈ મંગળસિંહ પગી પત્નિ તરીકે રાખવા સારૂ લઈ ગયો હતો. તેનો નિકાલ કરવા સારૂ ગામની પંચ ભેગી થઈ હતી જેમાં નિકાલ કરવા જતાં આ મામલે નિકાલ નહીં આવતાં પંચ વિખેરાઈ ગઈ હતી ત્યારે પાછળથી ગત તા.૦૫મી જાન્યુઆરીના રોજ રંગીતભાઈ મંગળસિંહ પગી, રમેશભાઈ મંગળસિંહ પગી, રાકેશભાઈ મંગળસિંહ પગી અને નર્વતભાઈ બાબુભાઈ બારીયા (રહે. વાલાટોગા, તા.સીંગવડ, જિ.દાહોદ) નાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી ફોર વ્હીલર ગાડી તેમજ મોટરસાઈકલો પર સવાર થઈ રામસીંગભાઈ છત્રસિંહ પગીના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, હુ તારી બૈરીને પત્નિ તરીકે રાખવાનું છું, તારાખી થાય તે કરી લેજે, તેમ કહી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ મામલે રામસીંગભાઈ તથા તેમના પરિવારજનોએ જણાવેલ કે, તમો અમોને ગાળો કેમ બોલો છો અણારી બહુને તમે લઈ ગયા છો અને ઉપરથી અમોને ગાળો બોલો છો, તેમ કહેતાં ઉપરોક્ત ચારેય ઈસમો એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને ડંડા વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી આરતભાઈને, રામસીંગભાઈને, કાશીબેનને અને ગીતાબેનને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત રામસીંગભાઈ છત્રસિંહ પગીએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

