દાહોદ જિલ્લામાં વીતેલા ચોવીસ કલાક દરમિયાન જુદી જુદી જગ્યાએ વાહન ચાલકની ગફલતને કારણે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓ કાળનો કોળિયો બન્યા
દાહોદ તા.૭
દાહોદ જિલ્લામાં વીતેલા ચોવીસ કલાક દરમિયાન જુદી જુદી જગ્યાએ વાહન ચાલકની ગફલતને કારણે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓ કાળનો કોળિયો બન્યાનું તેમજ દસથી વધુને નાની મોટી ઇજાઓ થયાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવો પૈકીનો એક બનાવ ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે સાંજના પાંચેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં દાહોદ તાલુકાના કાળી તલાઈ ગામના મંદિર ફળિયામાં રહેતા અરવિંદભાઈ રૂમાલભાઈ ભુરીયા તથા તેમના પરિવારના અન્ય લોકો તેમનાજ ગામના મેઘા ફળિયામાં રહેતા દિનેશભાઈ સડીયાભાઈ માવીની ીિંૈખ્તટ્ઠ ગાડી લઈ મધ્ય પ્રદેશના સમોઈ ગામે બાબાદેવ ડુંગરે દર્શન કરવા ગયા હતા અને દર્શન કરીને પરત આવી રહ્યા હતા તે વખતે તેઓની આર્ટિગા ગાડી પૂરપાટ આવી રહી હતી તે દરમિયાન ગાંગરડા ગામે રસ્તા પર અચાનક ઢોર આવી જતા આર્ટિગા ગાડીના ચાલો દિનેશભાઈ સડિયાભાઈ માવીએ ઢોરને બચાવવા જતા ગાડીના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી જેથી ગાડીમાં બેઠેલા ચાલક સહિત તમામને શરીરે નાની મોટી ઇજાઓ થવા પામી હતી. જેથી તમામ ઈજાગ્રસ્તોને નજીકના ગરબાડા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં કાળીતળાઈ ગામના ગંભીર ઈજાગ્રસ્ત હિંમતભાઈ રાજુભાઈ ભાભોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સંબંધ કાળી તળાઈ ગામના અરવિંદભાઈ રૂમાલભાઈ ભુરીયાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આ સંદર્ભે પોલીસે ીિંૈખ્તટ્ઠ ગાડીના ચાલક કાળીતળાઈ ગામના દિનેશભાઈ સડીયાભાઈ માવી વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના છાયણ ગામે બુરવાળા ફળિયાના રસ્તા પર સવારના સાડા અગીયાર વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક રીક્ષા ચાલક તેના કબજાની એમ પી ૪૧આર-૧૯૬૫ નંબરની રીક્ષામાં પેસેન્જર બેસાડી રીક્ષા પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવતા રીક્ષા ની વધુ પડતી ઝડપના કારણે ચાલકે રિક્ષાના સ્ટેરીંગ પરનો ગુમાવી દેતા પેસેન્જર ભરેલ રીક્ષા છાયણ ગામે બુરવાળા ફળિયાના રસ્તા પર પલટી ખાઈ જતા રિક્ષામાં બેઠેલ ધોળા ખાખરા ગામના તળાવ ફળિયાના ધીરસીંગભાઇ વરસીંગભાઇ ડીંડોડની માતા ધનકીબેન વરસીંગભાઇ ડીંડોડ ને જમણા હાથે, જમણા પગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેઓનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા અન્ય પેસેન્જરોને પણ ઓછી વધતી ઈજાઓ થવાની હતી. જેથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ સંબંધે ધોળાખાખરા ગામના તળાવ ફળિયામાં રહેતા ધીરસિંગભાઈ વરસિંગભાઈ ડીંડોડે ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ આ સંદર્ભે રીક્ષા ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

