ઝાલોદ તાલુકાના વરોડ મુકામે સોમેશ્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા ચોર ઈસમોએ મંદિરને નિશાન બનાવી મંદિરમાંથી અંદાજીત ૫,૫૦,૦૦૦ની ચોરીની ઘટના બનતાં પંથકમાં ચકચાર મચી
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ મુકામે સોમેશ્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા ચોર ઈસમોએ મંદિરને નિશાન બનાવી મંદિરમાંથી અંદાજીત ૫,૫૦,૦૦૦ની ચોરીની ઘટના બનતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઝાલોદ તાલુકાના વરોડ મુકામે સોમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં ગતરોજ રાત્રીના સમયમાં મંદિરની અંદરથી રકમ તેમજ આભૂષણ ચોરાયાની ઘટના સાંભળવા મળતા વરોડ મુકામે પટેલ સમાજના લોકટોળા મંદિરે ઉમટી પડેલ જાેવા મળેલ હતા. વહેલી સવારે અશ્વિનભાઈ પટેલ મંદિરે દર્શન કરવા આવેલ હતા ત્યારે મંદિરની બહાર આવેલ મંદિરની અંદર પ્રવેશવાનો મુખ્ય ગેટ બંધ હતો પરંતુ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરતા તેમણે જાેયું કે મંદિરનો મુખ્ય દરવાજાે ખુલ્લો હતો તેથી તેમને કઈ બનાવ બન્યાની શંકા જતા તેઓ મંદિરની અંદર પ્રવેશ કરતા તેઓએ જાેયું કે મંદિરની અંદર શિવાલયની ઉપર ચાંદી થી સજાવેલ હતું તે ચાંદીનું શિવાલય તેમજ તિજાેરી અને પેટી તૂટેલી હાલતમાં જાેવા મળેલ હતી તેમજ મંદિરની અંદર બધો સામાન વેરવિખેર પડેલ જાેવા મળેલ હતો તેથી મંદિરમાં ચોરી થઈ હોવાનું અશ્વિનભાઈને જાણ થતાં તેઓએ વરોડ મુકામે સ્થાનિક લોકોનો આ ઘટના અંગે જાણકારી આપી હતી. વરોડ મુકામના સ્થાનિકો સહુ ભેગા થઈ સ્થાનિક પોલિસ સ્ટેશનનો સંપર્ક કરી પહોંચ્યા હતા અને મંદિરમાં થયેલ ચોરી અંગેની જાણકારી આપી હતી. સ્થાનિકોના માનવા મુજબ મંદિરના પ્રાંગણ બહાર આવેલ દરવાજાે બંધ હોવાથી રાત્રીના સમયમાં અજાણ્યા ચોર મંદિરનો કોટ કૂદી આવેલ હોય તેવું સ્થાનિકોનું માનવું છે. સ્થાનિકો પાસે જાણવા મળેલ મુજબ ૫,૫૦,૦૦૦ મત્તા ઉપરાંતની મંદિરમાં ચોરી થયેલ છે. પોલિસ દ્વારા આ અંગે વધુ તપાસ આદરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

