સીંગવડ નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૧,૨૫,૦૦૦ની મત્તાની તસ્કરો ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં તસ્કરોના આતંકને પગલે ફફડાટ
દાહોદ તા.07
દાહોદ જિલ્લાના સીંગવડ નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૧,૨૫,૦૦૦ની મત્તાની તસ્કરો ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં તસ્કરોના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
છેલ્લા કેટલાંક સમયથી દાહોદ જિલ્લામાં તસ્કરોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. જાણે પોલીસને ખુલ્લો પકડકાર ફેંકતાં હોય તેમ ચોરી અને લુંટને અંજામ આપી રહ્યાં છે. જેને પગલે જિલ્લામાં તસ્કરો તેમજ લુંટારૂઓના આતંકને પગલે જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં ગત તા.૦૪ જાન્યુઆરીના રોજ સીંગવડ નગરમાં પીપલોદ રોડ પર રહેતાં વિપુલભાઈ ચીમનભાઈ શાહના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના પાછળના ભાગે જાળીનો દરવાજાે ખોલીને મકાનની બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કર્યાે હતો. મકાનમાં મુકી રાખેલ સોનાની ચેઈન, ચાંદીની પાયલ, સોનાની બે જાેડ બંગડી, કાનની બુટ્ટી વિગેરે મળી તસ્કરોએ કુલ રૂા.૧,૨૫,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી ગયાં હતાં.
આ સંબંધે વિપુલભાઈ ચીમનભાઈ શાહે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

