ડાંગ જિલ્લામાં સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘર ફોડ ચોરીના ત્રણ ગુનાના બે આરોપીઓને દાહોદ એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડી 1.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
દાહોદ તા.૦૯
ડાંગ જિલ્લામાં સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના કુલ ૦૩ અનડિટેક્ટર ગુનાઓને દાહોદ એલસીબી પોલીસે હ્મુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટર કરી આ ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીઓને પકડી પાડી તેઓની પાસેથી રોકડા રૂપીયા તથા મોટરસાઈકલ મળી પોલીસે કુલ રૂા.૧,૩૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં વિવિધ ગુન્હાઓના નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા દાહોદ જિલ્લાની તમામ પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારે આ કામગીરીમાં જિલ્લાની તમામ પોલીસ જાેતરાઈ ગઈ છે. ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ડાંગ જિલ્લામાં સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના કુલ ૦૩ અનડિટેક્ટર ગુનાઓને દાહોદ એલસીબી પોલીસે હ્મુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટર કરી આ ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીઓ જેમાં અવિનાશભાઈ કીડુભાઈ રમેશભાઈ ચામઠા તથા ભગીરથભાઈ ચંદુભાઈ ભુરાભાઈ ચામઠા (બંન્ને રહે. ગરાડુ, ઠળીયાદેવ ફળિયા, તા.ઝાલોદ, જિ.દાહોદ) નાઓ ઝાલોદ તરફ જતાં રસ્તે ધાવડીયા ગામે રસ્તાની બાજુમાં આવેલ હનુમાનજી મંદિર આગળ મુકેલ બાંકડા ઉપર બેઠેલ હોવાની પોલીસને હ્મુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી બાતમીમાં મળતાં પોલીસે સ્થળ પર ઓચિંતો ધામો નાંખ્યો હતો અને ઉપરોક્ત બંન્ને ઈસમોને સ્થળ પરથી ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તેઓની પાસેથી ઘરફોડ ચોરીમાં લઈ ગયેલ રોકડા રૂપીયા ૧૮,૫૦૦, ૦૨ મોબાઈલ ફોન તથા મોટરસાઈકલ મળી પોલીસે કુલ રૂા.૧,૩૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો. વધુમાં પોલીસ પાસેથી જાણવા મળ્યાં અનુસાર, ઉપરોક્ત બંન્ને ઈસમો પોતાના સાગરીતો સાથે ભેગા મળી દિવસ દરમ્યાન રહેણાંક મકાનની રેકી કરી રાત્રીના સમયે બંધ મકાનનું તાળુ તોડી ચોરી કરતાં હતાં. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

